આઇએમ અને લશ્કરે 3 શાર્પ શૂટર્સને આપી મોદીની સોપારી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 29 જાન્યુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હત્યા માટેની સોપારી આપવામાં આવી છે. આ માટે જે શાર્પ શૂટર્સને સોપારી આપવામાં આવી છે, તેમને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, જો બોમ્બથી મોદીનું મોત ના નીપજે તો તેમને ગોળીઓછી છલ્લી કરી દેવામાં આવે. જી હાં, આતંકી સંગઠન ઇન્ડિય મુજાહિદ્દીન અને લશ્કર એ તૈયબાએ ત્રણ શાર્પ શૂટર્સ મોદીની હત્યા માટે તૈયાર કર્યા છે. આ વાતનો ખુલાસો આતંકી સમુહોના કોલ ઇન્ટરસેપ્ટ કર્યા બાદ આઇબીના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

narendra-modi-sharp shooters
આઇબીના હવાલાથી મળેલી માહિતી અનુસાર નરેન્દ્ર મોદી જ્યાં જાય છે, તે સ્થળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર લશ્કર અને આઇએમના આતંકીઓ વિસ્ફોટ કરવાની વેતરણમાં છે. આઇએમના આતંકી હૈદર અલી શકૂરને મોદીની હત્યાની જવાબદારી આપવામાં આવી છે. આ માટે એક ટીમને નેપાળ મોકલવામાં આવી છે, જે ત્યાંથી જમીન માર્ગે ભારતમાં પ્રવેશ કરશે. પાકિસ્તાન મૂળના ત્રણ શાર્પ શૂટર લશ્કર અને ઇન્ડિયન મુજાહિદ્દીન માટે કામ કરી રહ્યાં છે. જેમના પર હાલ નજર રાખવામાં આવી રહી છે.

આતંકીઓ વચ્ચે થયેલી વાતચીતથી જાણવા મળ્યું છે કે ચૂંટણી ગતિવિધિઓ વેગવંતી બનતા અને મોદીની વધુમાં વધુ રેલીઓને સંબોધિત કરવાના સમયે ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે. સૂત્રો અનુસાર મોદીની હત્યા માટે હૈદર અલી પ્રતિબંધિત સંગઠન સીમીના પુર્વ કાડરની સર્વિસનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. 1 ઓક્ટોબરની મધ્યમાં મધ્ય પ્રદેશના ખંડવાની જેલમાંથી ફરાર સીમીના કાર્યકર્તાઓ અબુ ફજલ 24 ડિસેમ્બરે પકડાયો તે પહેલા આતંકીઓના સંપર્કમાં હતો. સૂત્રો અનુસાર ઇન્ડિયન મુજાહિદ્દીનના પ્લાનમાં મદદ માટે અબુ ફજલે હિજબુલ મુજાહિદ્દીન અને તહરીક એ તાલિબાનના સભ્યોનો સંપર્ક કર્યો હતો.

English summary
Indian Mujahideen and the Lashkar-e-Tayiba are jointly working on a plan to eliminate BJP’s prime ministerial candidate Narendra Modi. This revelation was made by Intelligence Bureau officials after intercepting calls of the terrorist groups.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.