For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુનંદા મર્ડર કેસમાં થરૂરે તોડી ચુપ્પી, નિષ્પક્ષ તપાસની કરી માંગ

|
Google Oneindia Gujarati News

થ્રિસુર, 9 જાન્યુઆરી: કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આજે સુનંદા મર્ડર કેસમાં પોતાની ચુપકીદી તોડતા જણાવ્યું છે કે આ કેસમાં નિષ્પક્ષ અને કોઇ રાજનૈતિક દખલગીરી વગર તપાસ થવી જોઇએ. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાના રિપોર્ટ આવ્યા બાદ દિલ્હી પોલીસ દ્વારા હત્યાનો મામલો નોંધાયાના ચાર દિવસ બાદ થરૂરે પોતાની ચુપ્પી તોડી છે.

પેરૂમબાઇલ આયુર્વેદિક તપાસ કેન્દ્રની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે હું ચુપ છું એનો અર્થ એ નથી કે હું ગુનેગાર છું. હું આખું વર્ષ હું ચુપ રહ્યો છું. તેમણે જણાવ્યું કે હું આશા રાખું છું કે તપાસ યોગ્ય રીતે થશે અને હું સંપૂર્ણ સહયોગ કરીશ અને દરેક પ્રશ્નોના જવાબ પણ આપવા તૈયાર છું.

shashi tharoor
તેમણે જણાવ્યું કે આ મામલાની પોલીસ તપાસ ચાલી રહી છે. હું મારા કથન પર સંપૂર્ણ રીતે કાયમ છું અને મને આશા છે કે પોલીસ પોતાનું કામ સારી રીતે કરશે. થરૂરે જણાવ્યું કે આ વ્યક્તિગત મામલો છે અને તેને લોકો માટે વાદ-વિવાદનો વિષય બનાવવા નથી માંગતા.

તેમણે જણાવ્યું કે સુનંદાના મૃત્યુ બાદ મે તત્કાલિન ગૃહ મંત્રાલયને પત્ર લખીને મામલાની નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરવાની માંગ કરી હતી. વિશેષ દળના ગઠન પર તેમણે જણાવ્યું કે હું પોલીસને સંપૂર્ણ સહયોગ આપવા માટે તૈયાર છું. હું મારા સહયોગી અને સુનંદાના સહયોગી પોલીસને સંપૂર્ણ મદદ કરીશું.

તેમણે જણાવ્યું કે મીડિયાએ સુનંદાના મોતના મામલાને અસંવેદનશીલ બનાવી દીધો છે. તેમણે મીડિયાને વિનંતી કરતા જણાવ્યું કે સંવેદનશીલ મુદ્દાને યોગ્ય રીતે સંચાલિત કરે જેથી પીડિત પરિવારને કોઇ નુકસાન ના થાય.

English summary
Sunanda Pushkar murder case: Shashi Tharoor demands a probe ‘without political pressure’.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X