શશિ થરુરના ‘હિંદુ પાકિસ્તાન’ નિવેદન પર કોલકત્તા કોર્ટે પાઠવ્યા સમન

કોંગ્રેસ સાંસદ શશિ થરુરના વિવાદિત નિવેદન પર કોલકત્તા કોર્ટે તેમને સમન પાઠવ્યા છે. વકીલ સુમિત ચૌધરીએ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે.

કોંગ્રેસ સાંસદ શશિ થરુરના વિવાદિત નિવેદન પર કોલકત્તા કોર્ટે તેમને સમન પાઠવ્યા છે. વકીલ સુમિત ચૌધરીએ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે શશિ થરુરની ટિપ્પણીએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને બંધારણનું અપમાન કર્યુ છે. કોર્ટ દ્વારા થરુરને 14 ઓગસ્ટે હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે.

ભાજપ અને કોંગ્રેસ સામસામે

ભાજપ અને કોંગ્રેસ સામસામે

શશિ થરુરે કહ્યુ હતુ કે 2019 માં જો ભાજપ ફરીથી સત્તા પર આવશે તો એવુ લાગે છે કે આપણુ લોકતાંત્રિક બંધારણ નહિ બચે. તે બંધારણને ખતમ કરી દેશે અને ભારત હિંદુ પાકિસ્તાન બની જશે. આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે.

11,000 રૂપિયાનું ઈનામ

11,000 રૂપિયાનું ઈનામ

આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુર સામે લખનઉના ગોમતીનગર પોલિસ સ્ટેશનમાં પણ ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ થરુરના એ નિવેદન બાદ આપવામાં આવી જેમાં તેમણે કહ્યુ હતુ કે જો 2019 માં ભારતીય જનતા પક્ષ લોકસભા ચૂંટણી જીતશે તો ભારત હિંદુ પાકિસ્તાન બની જશે. આટલુ જ નહિ શશિ થરુરનું મોઢુ કાળુ કરવા માટે અલીગઢના એક યુવા નેતાએ 11,000 રૂપિયાનું ઈનામ આપવાની પણ ઘોષણા કરી હતી.

નેતાઓને સમજી વિચારીને બોલવા માટે સલાહ

નેતાઓને સમજી વિચારીને બોલવા માટે સલાહ

તમને જણાવી દઈએ કે શશિ થરુરે તિરુવનંતપુરમમાં કહ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટી જો વર્ષ 2019 જીતશે તો તે નવુ બંધારણ લખશે, ભારત હિંદુ પાકિસ્તાન બની જશે, જ્યાં લઘુમતીઓના અધિકારોનું કોઈ સમ્માન કરવામાં નહિ આવે. જ્યારે કોંગ્રેસે શશિ થરુરના હિંદુ પાકિસ્તાન વાળા વિવાદિત નિવેદન બાદ કોંગ્રેસે પોતાના નેતાઓને સમજી વિચારીને બોલવા માટે સલાહ પણ આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X