ચીનના વિવાદિત મૈપ પર એસ જયશકરને મળ્યુ શશિ થરુરનું સમર્થન, આપ્યો આ સુઝાવ
જેવી રીતે ચીને વિવાદીત મૈપ પ્રસિદ્ધ કર્યો છે. તેના વિરુદ્ધમાં વિદેશ મત્રાલયે ખુલીને નિવેદન આપ્યુ છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે. આ પ્રકારના નિરાધાર દાવા કરવો ચીનની આદત છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના વિવાદીત મૈપને ફગાવતા કહ્યુ કે, બીજિંગ પહેલા પણ આ પ્રકારના મૈપ પ્રસિદ્ધ કરી ચૂક્યા છે. આ ક્ષેત્રોને પોતાના ગણાવી ચૂકી છે જે તેનો નથી. ચીનની આ જુની આદત છે. વિદેશ મંત્રીના નિવેદન કોગ્રેસના નેતા શશી થરુરે સમર્થન કર્યુ હતુ. તેમણે ચીનને લઇને ખાસ સુઝાવ આપ્યો છે.
શશી થરુરે સુઝાવ આપ્યો છે કે, જેવી રીતે ચીને અરુમચાલ પ્રદેશ અને અક્સાઇ ચીનને પોતાના મૈપમાં સમાવેશ કર્યો છે. તેના જવાબમાં તિબ્બતના જે લોકો પાસે ચીનનો પાસપોર્ટ છે તેમના માટે ભારત તરફથી સ્ટેપલ વીઝા આપવા જોઇએ. ચીનની વન ચાયના પોલીસીનો વિરોધ કરવો જોઇએ.
વિદેશ મંત્રી એસ જયશંકરન સમર્થન કરતા શશિ થરુરે ટ્વીટ કરીને લખ્યુ , જયશંકર તમે સાચા છો. આ ચીનની જુન આદાત છે. તે આપણા વિરોધનો પણ નજર અંદાજ કરે છે. શુ આપણે આમ જ છોડી દેશુ. શુ આપણે આપણ નારાજગી બજી રીતે ના દર્શાવી શકીએ. આપણે તિબ્બતના જે લોકો સાથે ચીની પાસપોર્ટ છે તેમને સ્ટેપલ વીજા આપવાનુ શરુ કરી દેવુ જોઇએ. અને ચાઇનાની વન ચાઇના નીતિનું સમર્થન કરવાનું બંધ કરવુ જોઇએ.












Click it and Unblock the Notifications
