For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારી બાબુનો મોદી પર પ્રહાર કહ્યું, 'લોકપ્રિય તો અમિતાભ પણ છે'

|
Google Oneindia Gujarati News

shatrughan sinha
પટણા, 2 ઑગસ્ટ : બીજેપી નેતા શત્રુઘ્ન સિન્હાએ બળવાખોર વલણ અપનાવી લીધું છે અને તેઓ પાર્ટીના નેતાઓની વિરુદ્ધમાં જ બોલવામાં પાછી પાની નથી કરી રહ્યા. સત્રુઘ્નએ એકવાર ફરી મોદી પર પ્રહાર કર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આજે ફરી બિહારી બાબુએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે બીજેપીએ મોદીને ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવવા જોઇતા ન્હોતા. તેમણે જણાવ્યું કે મોદીને ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવવાના સાઇડ ઇફેક્ટ્સ હવે જોવા મળી રહ્યા છે.

શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું કે જો લોકપ્રિયતા જ બધું જ હોય છે તો સૌથી વધારે લૌકપ્રિય તો અમિતાભ બચ્ચન છે, તો અમિતજીએ દેશના રાષ્ટ્રપતિ હોવું જોઇતું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોદીને ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવવા પર પાર્ટીએ હંમેશા કહ્યું છે કે મોદી દેશમાં વધારે લોકપ્રિય છે.

બીજેપી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના વખાણ કરતા તેમણે જણાવ્યું કે અડવાણી બીજેપીના ગોડફાદર છે અને પીએમ પદના સૌથી યોગ્ય ઉમેદવાર પણ અડવાણીજી છે. શત્રુઘ્ન સિન્હાએ આજે મીડિયાની સામે જણાવ્યું કે મોદીને ચૂંટણી સમિતિની કમાન સોંપવામાં ઉતાવળ કરવામાં આવી છે.

English summary
Shatrughan sinha slam on Narendra Modi in patna, said Amita bachchan is also famous.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X