શાઝિયાનું 'કોમી' નિવેદન જુઓ વીડિયોમાં, નેતાઓનો બની શિકાર
નવી દિલ્હી, 23 એપ્રિલ: આમ આદમી પાર્ટીની નેતા શાઝિયા ઇલ્મી એ નિવેદનથી રાજનીતિ ગરમાઇ ગઇ છે અને તેમના એ નિવેદનની ટિકા થઇ રહી છે જેમાં તેમણે મુસ્લિમોને કોમી બનવાની સલાહ આપી છે. કોંગ્રેસ અને ભાજપે તેમની પર જોરદાર નિશાનો સાધ્યો છે. કોંગ્રેસે તો સાઝિયાને આ સલાહ આપી દીધી છે કે તે મુસલમાનોના પ્રવિણ તોગડિયા બનવાની કોશીશ ના કરે.
વીડિયોમાં મુસલમાનોને કમ્યુનલ હોવાની સલાહ આપતી દેખાઇ રહી છે, વીડિયો આવ્યા બાદ વિવાદોમાં ઘેરાયેલી આપ નેતા શાઝિયા ઇલ્મીએ આખા મામલા પર સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે તેઓ મુસ્લિમોને પોતાના વિશે વિચારવાનું કહેતી હતી.
શાઝિયાએ એક ન્યૂઝ ચેનલ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે 'આ નિવેદન કટાક્ષમાં કરવામાં આવ્યું હતું. કમ્યુનલનો અર્થ કમ્યુનિટીથી નથી. હું મુસ્લિમોને કહેવા માગુ છું કે તેઓ પોતાના સમુદાયના હિત અંગે વિચારે. અમારી કમ્યુનિટીની જે ખરાબ સ્થિતિ છે, તે અંગે વિચારે. માત્ર કમ્યુનલ શબ્દથી કોઇ ખોટો અર્થ નિકાળવામાં ના આવે. મારો કહેવાનો અર્થ કમ્યુનિટીની ભલાઇ માટે હતો.'
અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીની નેતા શાઝિયા ઇલ્મી કેટલાંક મુસ્લિમ બિરાદરો સાથે બેસીને એવું કહેતી દેખાઇ રહી છે જેમાં તે મુસ્લિમોને કમ્યુનલ બનવાની અપીલ કરી રહી છે. આ વીડિયોના સામે આવવાથી આમ આદમી પાર્ટી બેકફુટ પર આવી ગઇ છે. પાર્ટીએ જણાવ્યું કે તેઓ આ પ્રકારની રાજનીતિનું સમર્થન નથી કરતી.
શાઝિયા ઇલ્મીએ શું કહ્યું હતું જુઓ વીડિયોમાં અને તેમની પર પ્રહારો...

રામેશ્વર ચૌરસિયા, ભાજપ
ભાજપ નેતા રામેશ્વર ચૌરસિયાએ જણાવ્યું કે આપની રણનીતિ આ પ્રકારના નિવેદનો કરીને ચર્ચામાં ચમકવાની છે. રામેશ્વર અનુસાર આમ આદમી પાર્ટી જાણી જોઇને એવું કરે છે જેથી તેમને મીડિયામાં સ્થાન મળે.

એઝાજ ઇલ્મી, ભાજપ
સાઝિયાના ભાઇ અને ભાજપના નેતા એઝાજ ઇલ્મીએ પણ આ નિવેદનને અયોગ્ય ગણાવ્યું છે.

મીમ અફઝલ
કોંગ્રેસ લીડર મીમ અફઝલે આ નિવેદનની નિંદા કરી છે અને જણાવ્યું છે કે શાઝિયા મુસલમાનોની પ્રવિણ તોગડિયા બનવાની કોશીશ ના કરે.
|
મનીષ સિસોદિયા
શાઝિયાના આ નિવેદન પર તેમની પાર્ટીએ પણ હાથ ઉંચા કરી લીધા છે. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ જણાવ્યું કે શાઝિયાને આવુ નિવેદન ન્હોતું કરવું જોઇતું.
શાઝિયા ઇલ્મીનો વીડિયો..
આખરે શું કહ્યું હતું શાઝિયા ઇલ્મીએ...
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
