શીલા દીક્ષિતનો ખુલાસો, ટીકિટ માટે થઇ લાંચની ઓફર!

આ ઘટના પર અફસોસ જાહેર કરતા શીલાએ અખબારને કહ્યું કે કઇ રીતે એ વ્યક્તિએ તેમનો સંપર્ક સાધ્યો હતો. શીલા અનુસાર તે વ્યક્તિ તેમની પાસે પ્લાસ્ટિક બેગ લઇને મળવા આવ્યો અને કહ્યું કે બેગમાં રૂપિયા છે, જેને તે વિધાનસભા ચૂંટણી લડવા માટે તેમને આપવા માંગે છે. આના બદલામાં તે કોંગ્રેસની ટીકિટ લેવા ઇચ્છે છે.
શીલાએ એ પણ જણાવ્યું કે તેની આ હરકતથી તેમને ખુબ જ ગુસ્સો આવ્યો અને તેઓ તેની પર વરસી પડ્યા. દિલ્હીની મુખ્યમંત્રીએ કહ્યું કે આ રીતે ભ્રષ્ટ લોકોને કડક સજા મળવી જોઇએ. શીલા સતત ત્રણવારથી દિલ્હીની મુખ્યમંત્રી છે અને કોંગ્રેસ ચોથીવાર તેમના નેતૃત્વમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે.
સીએમ શીલા દીક્ષિતે આ ચોંકાવનારો ખુલાસો તો કર્યો પરંતુ તેમણે લાંચની ઓફર કરનાર વ્યક્તિનું નામ ના આપ્યું. વિપક્ષી પાર્ટી બીજેપી અને શીલા સરકારથી બે-બે હાથ કરનાર આમ આદમી પાર્ટીએ લાંચ આપનાર વ્યક્તિની સામે કાર્યવાહી કરવાને બદલે મીડિયામાં નિવેદન આપવાથી તેમની આ કથની પર શંકા ઉપજાવી છે.












Click it and Unblock the Notifications
