હિમાચલમાં બસ નદીમાં ખાબકી, 42 યાત્રિયોના કરૂણ મોત

કુલ્લૂના ઉપાયુક્ત સરબ નેગીએ જણાવ્યું કે 42 મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 15 ઘાયલ યાત્રિયોને જણાવ્યું કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કેટલાંક યાત્રીઓના મૃતદેહ નદીના વહેણમાં તણાઇ જવાની પણ આશંકા છે.
કુલ્લૂથી લગભગ 20 કિલોમીટર દૂર ઝીરી નજીક બસ માર્ગમાંથી લફસીને નદીમાં ખાબકી ગઇ. તે કુલ્લૂથી અની જઇ રહી હતી. તેમાં 60 લોકોથી વધું યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. નેગી અનુસાર બસ નદીમાં ખાબકતા પહેલા ડ્રાઇવર કૂદીને ભાગી ગયો. રાહત તથા બચાવદળ ખોવાયેલા યાત્રીયોની શોધમાં લાગી ગયો છે. કુલ્લુ અને મંડીના ઉપાયુક્ત અને એસપી બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે.
નેગીના જણાવ્યા અનુસાર હિમાચલના બે પત્રકારો પણ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમાંથી એક ઘાયલ છે જ્યારે અન્ય એક હજી ગૂમ છે.












Click it and Unblock the Notifications
