For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા: શિંદે, ચિદમ્બરમ વિરૂદ્ધ 'છેતરપિંડી'નો કેસ દાખલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હૈદ્વાબાદ, 25 જૂન: આંધ્ર પ્રદેશ પોલીસે કેન્દ્રિય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે અને કેન્દ્રિય નાણાં મંત્રી પી. ચિદમ્બરમ વિરૂદ્ધ તેલંગાણાના લોકો સાથે છેતરપિંડી કરવા બદલ એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બંને નેતા પૃથક તેલંગાણા રાજ્યને પોતાના વાયદાથી પીછેહઠ કરી દિધી છે.

એક પોલીસ અધિકારીનું કહેવું છે કે એક જિલ્લા કોર્ટના આદેશ પર બંને કેન્દ્રિય મંત્રીઓ વિરૂદ્ધ હૈદ્રાબાદ બહાર સ્થિત એલ બી નગર પોલીસ મથકમાં સોમવારે ભારતીય દંડ સંહિતાની કલમ 420 હેઠળ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.

shinde-chidambaram

પોલીસે આ કાર્યવાહી ત્યારે કરી હતી જ્યારે રંગારેડ્ડી જિલ્લાની એક કોર્ટે આ વર્ષે 28 જાન્યુઆરીના હુકમના આદેશનું પાલન કરવા માટે પોલીસ મથક અધિકારીને ફટકાર લગાવી હતી. પોલીસ મથક અધિકારી ગત સપ્તાહે બીજા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થયા હતા.

કોર્ટે તેલંગાણા જૂનિયર એડવોકેટસ એસોસિએશનના સભ્ય નરેશ કુમારની એક અંગત ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 166(એ) હેઠળ તેમના વિરૂદ્ધ સંજ્ઞાન લીધી હતી.

English summary
Andhra Pradesh Police have booked Sushilkumar Shinde and P Chidambaram for allegedly "cheating people of Telangana" by going back on their word over formation of a separate state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X