શિરડી સાંઈ દરબારમાં તૂટ્યો દાનનો રેકોર્ડ, જાણો આ વર્ષની ચઢાવાની રકમ
દુનિયાભરમાં સાંઈબાબાના ભક્તોની સંખ્યા બહુ બધી છે. અહીં કરોડોનુ દાન મળવુ સામાન્ય વાત છે પરંતુ આ વર્ષે સાંઈ દરબારમાં દાનના બધા રેકોર્ડ તૂટી ગયા છે.
દુનિયાભરમાં સાંઈબાબાના ભક્તોની સંખ્યા બહુ બધી છે. દર વર્ષે અહીં કરોડો શ્રદ્ધાળુ બાબાના દર્શન માટે આવે છે. અહીં કરોડોનુ દાન મળવુ સામાન્ય વાત છે પરંતુ આ વર્ષે સાંઈ દરબારમાં દાનના બધા રેકોર્ડ તૂટી ગયા છે. આંકડાની માનીએ તો વર્ષ 2019માં બાબાના દરબારમાં રેકોર્ડતોડ 287 કરોડ 6 લાખ 65 હજાર રૂપિયા દાન તરીકે ચઢાવવામાં આવ્યા છે. આમાં 19 કિલો સોનુ અને લગભગ 392 કિલો ચાંદી શામેલ છે.

ગયા વર્ષથી 2 કરોડ રૂપિયા વધુ
વળી, ભક્તોની સંખ્યા આ વખતે ગયા વર્ષના મુકાબલે ઓછી રહી છે. પરંતુ દાનનો આંકડો ગયા વર્ષથી 2 કરોડ રૂપિયા વધુ છે. પરંતુ આ વખતે સોનાની વસ્તુઓનુ દાન ઓછુ રહ્યુ છે. મંદિર પ્રશાસનનુ કહેવુ છે કે આ વર્ષે દાન પેટીમાં 156 કરોડ 49 લાખ 2,350 ગુપ્ત દાન મળ્યુ, દાન કાઉન્ટર પર 60 કરોડ 84 લાખ 8 હજાર 590 રૂપિયા ભેટ સ્વરૂપે ચઢાવવામાં આવ્યા. વળી, ચેક અને ડીડીના માધ્યમથી 23 કરોડ 35 લાખ 90 હજાર 409 રૂપિયા દાનમાં મળ્યા છે.

મની ઑર્ડરના માધ્યમથી દાન
આ સાથે જ લોકોએ મની ઑર્ડરના માધ્યમથી પણ દાન કર્યુ છે. આના માધ્યમથી મંદિરને 2 કરોડ 17 લાખ 83 હજાર 515 રૂપિયાનુ દાન મળ્યુ છે. લોકોએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડના માધ્યમથી પણ દાન કર્યુ છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી 17 કરોડ 59 લાખ 11 હજાર 424 રૂપિયા શિરડી મંદિરને ભેટ કર્યા છે. સાથે જ 16 કરોડ 2 લાખ 51 હજાર 424 રૂપિયા શિરડી મંદિરને ભેટ કરવામાં આવ્યા છે. સાથે જ 16 કરોડ 2 લાખ 51 હજાર 606 રૂપિયા ઑનલાઈન પેમેન્ટ પણ મળ્યુ છે.

કેટલુ સોનુ અને ચાંદી ચડાવાયુ
સોનાની વાત કરીએ તો દાનમાં 19048.860 ગ્રામ (19.05 કિલો) સોનુ, ચાંદી 391757.470 ગ્રામ (391.8 કિલો) ચાંદી બાબાને ભેટ સ્વરૂપે મળી છે.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
