For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગઠબંધન તૂટ્યા બાદ શિવસેનાનો ભાજપ પર પ્રહાર!

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 26 સપ્ટેમ્બર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા આખરે લાંબી માથાકૂટ બાદ એ વાતનો નિર્ણય આવી ગયો હતો કે શિવસેના અને ભાજપ બંને સાથે ચૂંટણી નહીં લડે. બેઠકોની ખેંચતાણમાં આખરે 25 વર્ષની મિત્રતાનો ભોગ લેવાઇ ગયો.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર 'સામના'ના સંપાદકીયમાં લખાયું છે કે શિવસેના જ મહારાષ્ટ્રની રક્ષા કરી શકે છે. એટલું જ નહીં ઉદ્ધવ ઠાકરેએ એ પણ લખ્યુ છે કે મહારાષ્ટ્રની જનતાની ભાવના અને તેમનું અનાદર કરનારા મહારાષ્ટ્રના દુશ્મન છે. ઉદ્ધવે ભાજપ પર નિશાનો સાધતા લખ્યું છે કે 'જે ઉડી ગયા તે કાગડા હતા અને જે રહી ગયા તે આપણા છે.'

shiv sena
ગુરુવારે ભાજપે શિવસેનાની સાથેનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી, કારણ કે બેઠકોની વહેંચણીને લઇને વાર્તા અસફળ થઇ ગઇ. એવું એટલા માટે થયું, કારણ કે શિવસેના નાની સહયોગીઓ માટે બેઠક છોડવા માટે રાજી ના થઇ અને પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે કથિત રીતે મુખ્યમંત્રી પદને લઇને અડ્યા રહ્યા હતા. ઘણા દૌરની વાર્તા છતાં બેઠકોની વહેંચણીને લઇને કોઇ હલ નીકળી નથી શક્યો.

વરિષ્ઠ ભાજપ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા એકનાથ ખડસેએ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું, 25 વર્ષ સુધી ચાલનાર શિવસેના-ભાજપ ગઠબંધન તૂટી ગયું છે. મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ દેવેંદ્ર ફડણવીસે જણાવ્યું કે શિવસેનાના અલગ થવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ હતો અને તેને ભારે મનથી કરવામાં આવ્યો.

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનવા અને તેમના સહયોગી અમિત શાહના ભાજપ અધ્યક્ષ બન્યા બાદ શિવસેના, ભાજપ એનડીએથી અલગ થનાર આ બીજું ઘટક દળ છે. આ પહેલા હરિયાણા જનહિત કોંગ્રેસ એનડીએથી અલગ થઇ ગયું હતું.

English summary
Shiv sena Attack on BJP after ending of 25 year old alliance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X