ઠાકરે વિરુધ્ધ FB પર વાંધાજનક ટિપ્પણીથી તંગદિલી
મુંબઇ, 16 ઓક્ટોબર : શિવસેનાના સ્વર્ગસ્થ સંસ્થાપક બાલ ઠાકરે વિરુદ્ધ ફેસબુક ઉપરની એક કથિતપણે વાંધાજનક કમેન્ટ સામે શિવસૈનિકોએ વિરોધ કરતા મુંબઈની પડોશના થાણે શહેરમાં તંગદિલી ફેલાઈ ગઈ છે. બાલ ઠાકરે અને તેમના પુત્ર ઉધ્ધવ સામે કરાયેલી વાંધાજનક કમેન્ટ અંગે શિવસેનાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદા હેઠળ અજ્ઞાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. કમેન્ટ પોસ્ટ કરનારાઓ સામે પગલું લેવાની માગણી કરીને શિવસેનાના કાર્યકર્તાઓ મંગળવારે રાત્રે રસ્તા પર ઉતરી આવતા કલ્યાણ અને થાણે શહેરોમાં તંગદિલી વ્યાપી ગઈ હતી.

શિવસેનાના કાર્યકર વિકાસ રેપાળેએ પોલીસને કહ્યું છે કે વાંધાજનક કમેન્ટ પોસ્ટ કરનારને તે ઓળખી કાઢે અને તેની સામે પગલાં લેવામાં આવે. કોઈકે અટકચાળો કર્યો છે અને તેની સામે પગલું લેવું જ જોઈએ.












Click it and Unblock the Notifications
