ગુજરાતીઓએ મુંબઇનું દોહન એક વેશ્યાની જેમ કર્યું છે: ઉદ્ધવ ઠાકરે

Google Oneindia Gujarati News

મુંબઇ, 2 મે: શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાના અખબાર 'સામના'ના સંપાદકીયમાં લખ્યું છે કે આ વખતે મુંબઇમાં 'મહારાષ્ટ્ર દિવસ મનાવવામાં આવશે નહીં. ઉદ્ધવે ગુજરાતીઓ પર આપત્તિજનક ટિપ્પણી કરતા જણાવ્યું કે 'ગુજરાતીઓએ મુંબઇનું દોહન એક બેશ્યાની જેમ કર્યું છે.' જોકે ઉદ્ધવના આ નિવેદન બાદ ભાજપ તરફથી કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી.

ઉદ્ધવ ઠાકરેએ તમામ ગુજરાતીઓ પર આરો લગાવતા જણાવ્યું છે કે તેઓ મુંબઇ ખાલી હાથે આવે છે અને અહીં જોરદાર રૂપિયા રળે છે. તેમણે એ પણ જણાવ્યું કે મુંબઇ આવનાર ગુજરાતી અત્રેની અર્થવ્યવસ્થા સાથે છેડછાડ કરી રહ્યા છે અને મુંબઇનું દોહન કરી રહ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી મહારાષ્ટ્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યારેય ગુજરાતીઓએ તેમાં ભાગ લીધો નથી. મુંબઇમાં રહેવાનો ફાયદો ગુજરાતીઓએ ઉઠાવ્યો છે પરંતુ અત્રે કોઇપણ ઉત્સવ મનાવતા નથી.

જોકે ઉદ્ધવના આ નિવેદન બાદ ભાજપ તરફથી હજી સુધી કોઇ જવાબ આવ્યો નથી, પરંતુ એક વાત તો પાક્કી છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને આ નિવેદનથી ચોક્કસ ઝટકો લાગ્યો હશે. લોકસભા ચૂંટણી 2014માં શિવસેના અને ભાજપ એક સાથે જ્યારે નરેન્દ્ર મોદી પોતે જ ગુજરાતના મુખ્યમંત્રી છે. એવામાં મોદી ઉદ્ધવના આ નિવેદન પર શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનું હજી બાકી છે.

uddhav thackeray
English summary
In a stinging editorial in its mouthpiece Saamna, the party has accused these businessmen of exploiting Mumbai “like a prostitute”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X