શિવ સેના ભદ્રાવતીમાં 'બાલ ઠાકરેનું મંદિર' બનાવશે

આ અંગે વાત કરતા શિવ સેનાના જિલ્લા પ્રમુખ બાલુ ધાનોરકરે જણાવ્યું છે કે "મંદિરોની નગરી ગણાતા ભદ્રાવતીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી બાલા સાહેબ ઠાકરેનું એક મંદિર નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરખાસ્તને શિવ સેનાના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ ઉદ્ધવ ઠાકરેની મંજૂરી મળી ગઇ છે. આથી મંદિર નિર્માણ માટે કરવી પડતી કાયદાકીય પ્રક્રિયાને શરૂ કરી દેવામાં આવી છે."
મંદિરની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું કે મંદિર પાંચ એકર જમીનમાં ફેલાયેલું હશે. મંદિરમાં બગીચા ઉપરાંત, વાંચનાલય, કોમ્યુનિટી હોલ અને શિવ સેના સુપ્રીમોની તસવીરગાથા કહેતું એક કાયમી પ્રદર્શન તૈયાર કરવામાં આવશે.
આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂપિયા 2 કરોડનો ખર્ચ થવાની ગણતરી કરવામાં આવી છે. આ માટેનું ભંડોળ શિવ સેનાના ધારાસભ્યો, કોર્પોરેટર્સ અને સાંસદો તથા અન્ય રાજકીય આગેવાનો પાસેથી મેળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 વર્ષથી સિવિક બોડીમાં શિવ સેના શાસક પક્ષ રહી છે.












Click it and Unblock the Notifications
