For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં શિવસેના ઇન્દિરા ગાંધીનું મંદિર બનાવશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

indira-gandhi
અમૃતસર, 1 મે: એસ.જી.પી.સી દ્રારા દરબાર સાહેબમાં આતંકવાદીઓની યાદમાં બનાવવામાં આવેલી યાદગારના વિરોધમાં વળતો પ્રહાર કરતાં આજે શિવસેના પંજાબના અમૃતસરમાં પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે હવે તે પંજાબમાં સ્વ. વડાપ્રધાનમંત્રી શ્રીમતિ ઇન્દિર ગાંધીની યાદમાં એક મંદિર બનાવશે. જેમાં પંજાબના સ્વ મુખ્યમંત્રી સરદાર અસંખ્ય સિંહ અને આપ્રેશન બ્લ્યૂ સ્ટારના નાયક જનરલ વેદિયાની મૂર્તિઓ પણ સ્થાપિત કરશે.

વધુ માહિતી આપતાં પંજાબના મંત્રી બલદેવ ભારદ્વાજ અને વિપન નૈયરે કહ્યું હતું કે જો આતંકવાદને પ્રોત્સાહિત કરનારાઓની યાદમાં ચિન્હોનું નિર્માણ કરવામાં આવી શકે છે તો આતંકવાદ વિરૂદ્ધ લડીને મોતને ભેટનાર દેશની મહાન સુપુત્રી સ્વ. ઇન્દિરા ગાંધીની યાદમાં પણ મંદિર બનીને જ રહેશે. તેમને કહ્યું હતું કે આ ઉપરાંત પંજાબના બધા પંજાબના દરેક જિલ્લામાં શિવસેના દ્રારા ઘરે-ઘરે જઇને ઇન્દિરા ગાંધીના ફોટા વહેંચવામાં આવશે.

જેથી દેશની આગામી નવયુવાન પેઢીને ખબર પડે કે ઇન્દિરા ગાંધી, બેઅંત સિંહ અને જનરલ વેદિયોએ બલિદાન કેમ આપ્યું? તેમને કહ્યું હતું કે એસ.જી.પી.સીએ કેન્દ્ર સરકારને વિશ્વાસમાં લઇને આ નિવેદન આપ્યું હતું કે 1984ના ઓપરેશન બ્લ્યૂ સ્ટાર દરમિયાન મોતને ભેટેલા નિર્દોષ સિખોની યાદમાં ગુરૂદ્વારાનું નિર્માણ કરી રહી છે પરરંતુ હવે સચ્ચાઇ સામે આવી ગઇ છે કે આ યાદગાર નિર્દોષ લોકોની યાદમાં નહી પરંતુ ભિંડરાંવાલા અને તેના સાથીઓની યાદમાં બનાવવામાં આવ્યું છે. જે હિંદુઓ અને સિખો માટે દાઝ્યા પર ડામ આપવા સમાન છે.

તેમને કહ્યું હતું કે એસ.જી.પી.સીના મંત્રી દ્રારા આપવામાં આવેલા બેજવાબદારીપૂર્ણ નિવેદનોને કારણે હિંદુ-સિખ એકતાને ભારે ઠેસ પહોંચી રહી છે. આ અવસર પર હરજીત સિંહ સૈની, રોમન બાવા, સતનામ સિંહ, વિમલ કુમાર, સુરિન્દર કુમાર વગેરે શિવસૈનિકો હાજર રહ્યાં હતા.

English summary
Shiv Sena will build Indira Gandhi temple in Punjab.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X