For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવરાજ સિંહે સોનિયા ગાંધીને ફટકારી માનહાનિની નોટિસ

|
Google Oneindia Gujarati News

ભોપાલ, 18 નવેમ્બર: હાલમાં દેશમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે, દરેક પક્ષ અને દરેક નેતાઓ પોતાના પક્ષ તરફથી ચૂંટણી પ્રસારમાં લાગી ગયા છે. અને વિરોધી નેતા અને પક્ષ પર આરોપ પ્રત્યારોપોના બાણ છોડી રહ્યા છે. જેને પગલે કોઇ પક્ષની લાગણી પણ દુભાઇ શકે છે અને કોઇ નેતાનું માન પણ ગવાઇ શકે છે. મધ્યપ્રદેશમાં પણ એવું જ બન્યું છે.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ દ્વારા સમાચાર પત્રોમાં જારી કરવામાં આવેલી એક જાહેરાત પર વાંધો ઉઠાવતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કાંતિલાલ ભૂરિયાને માનહાનિની નોટિસ ફટકારી છે.

અધિવક્તા શશાંક શેખર દ્વારા મોકલવામાં આવેલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સમાચારપત્રોમાં પ્રકાશિત જાહેરાતમાં કૂટરચિત અને અસત્ય માનહાનિકારક લેખ છે, તેને મારા પક્ષકારના માન સમ્માનને આઘાત પહુંચ્યું છે અને છબિ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી છે. નોટિસમાં 15 દિવસની અંદર માફી નહીં માગવા પર કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે.

shivraj sonia
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા આઇએસઆઇવાળા નિવેદન પર વાંધો ઉઠાવીને ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદીના 'ખૂની પંજા'વાળા નિવેદન પર કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે રાહુલને ચૂંટણી પંચે સંભાળીને ભાષણ કરવાની સલાહ આપી છે. અને મોદીએ જવાબ આપવા માટે વધુ સમય માંગ્યો છે.

English summary
MP CM Shivraj Singh Chouhan issue humiliated notice to Sonia Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X