હા, હું મદારી છું, જે ડમરુ વગાડે છે: શિવરાજ સિંહ ચૌહાણ
જેમ જેમ ઈલેક્શન નજીક આવી રહ્યા છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીખી પ્રતિક્રિયા વધી રહી છે.
જેમ જેમ ઈલેક્શન નજીક આવી રહ્યા છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીખી પ્રતિક્રિયા વધી રહી છે. જ્યાં એક તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથે ભાજપના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને મદારી કહ્યા હતા, ત્યારે શિવરાજ સિંહએ પણ તેમના પર પ્રહાર કરતા જણાવ્યું કે હા, હું મદારી છું, જે ડમરુ વગાડે છે, જેથી વીજળીનું બિલ ઝીરો થઇ જાય છે. મુખ્યમંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે હું મદારી છું જે ગરીબો માટે ઘર બનાવે છે.

કમલનાથ પર નિશાનો સાધતા શિવરાજ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મેં આ બિમારું રાજ્યને વિકસિત રાજ્ય બનાવ્યું છે. તેમને આગળ જણાવ્યું કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી પ્રદેશમાં કોઈ પણ અસહાય હોવાનો અનુભવ નહીં કરે. કમલનાથ પર પ્રહાર કરતા તેમના જણાવ્યું કે હું એવો મદારી છું જે ગરીબો માટે ઘર બનાવે છે, બાળકોની ફી ભરે છે, જે મધ્યપ્રદેશનો વિકાસ ઈચ્છે છે. શિવરાજ સિંહ ઘ્વારા આ નિવેદન શનિવારે બુદનીમાં સ્વરોજગાર મેળામાં આપવામાં આવ્યું હતું.
આપણે જણાવી દઈએ કે કમલનાથે શિવરાજ સિંહ પર હુમલો કરતા જણાવ્યું હતું કે શિવરાજ સિંહ તેમની મરજી મુજબ ઘોષણા કરી રહ્યા છે. તે યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ રહ્યા છે. તેમને કોંગ્રેસના વખાણ કરતા કહ્યું કે અમારી પાર્ટી સમય સમય પર ગરીબોનું વીજળી બિલ માફ કરતી આવી છે પરંતુ ભાજપ આવી નથી કરી નથી. કોંગ્રેસ ઘ્વારા ઘોષણા કરવામાં આવી છે કે જો ઇલેક્શનમાં તેમની જીત થશે તો ગરીબોનું વીજળી બિલ માફ થઇ જશે.












Click it and Unblock the Notifications
