શિવસૈનિકોએ શિવાજી પાર્કમાંથી હટવ્યું બાળ ઠાકરેનું સ્મારક
મુંબઇ, 18 ડિસેમ્બરઃ આર્થિક રાજધાની મુંબઇમાં શિવાજી પાર્કમાં તમામ બબાલો બાદ આખરે શિવસૈનિકોએ બાળા સાહેબ ઠાકરેનું અસ્થાયી સમારક હટાવી લીધું છે. સોમવારે મધ્યરાત્રીએ શરૂ થયેલી બબાલ મંગળવારે સવારે શાંત પડી હતી. જો કે, હજુ પણ સ્મારક હટાવવાનું થોડુંક કામ બાકી છે, જેને સાંજ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

રાત્રે શિવસેનાના ઘણા નેતા ઘટના સ્થળે પહોંચ્યા. નેતાઓ સ્મારકને હટાવવા માટે રાજી હતા પરંતુ કાર્યકર્તાઓ નહીં. આખી રાત ચાલેલા હંગામામાં સવારે 5 વાગ્યે શિવસૈનિકો રાજી થઇ ગયા અને સ્મારક હટાવવાનું કામ શરૂ થયું. સ્મારક એ સ્થળે બનેલું છે, જે સ્થળે બાળા સાહેબને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
