For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ સરકારના દાવાઓની ખુલી પોલ, અલમોડાના જંગલોમાં બાળવામાં આવી રહેલ શબો પર ચોંકાવનારો રિપોર્ટ

ઉત્તરાખંડ સરકારે દાવો કર્યો હતો કે કોરોના દર્દીઓના મૃતદેહોના પ્રશાસનની ગેરહાજરીમાં કે ખુલ્લા જંગલોમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નથી. આ દાવાની પોલ મીડિયા ગ્રુપે ખોલી છે.

|
Google Oneindia Gujarati News

અલમોડાઃ ઉત્તરાખંડ સરકારે દાવો કર્યો હતો કે કોરોના દર્દીઓના મૃતદેહોના પ્રશાસનની ગેરહાજરીમાં કે ખુલ્લા જંગલોમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નથી. જ્યારે મીડિયા ગ્રુપ ઈન્ડિયા ટુ઼ડેએ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે કેવી રીતે ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં કોરોના દર્દીઓના શબોને ખુલ્લા જંગલમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જંગલની વચ્ચે જ અસ્થાયી સ્મશાન ઘાટ બનાવવામાં આવ્યો અને અહીં કોઈ સરકારી મદદ કે પ્રશાસનની હાજરી વિના પરિવારજનો જાતે પોતાના સ્વજનોને અંતિમ વિદાય આપી રહ્યા છે.

cremation

ઉત્તરાખંડ સરકારે દાવો કર્યો છે કે, 'અલમોડા જિલ્લામાં જે સ્થળે ખુલ્લા જંગલોમાં શબોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા તે અંતિમ સંસ્કાર માટે પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલી જગ્યા છે જ્યાં કોવિડ પ્રોટોકૉલ હેઠળ શબોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે અને એ પણ આરોપ લગાવ્યો કે સ્ટોરી સત્યાપિત નથી અને સનસનીખેજ છે.'

ઉત્તરાખંડના આરોગ્ય વિભાગે ઘણા ટ્વિટ કરીને જણાવ્યુ, 'એસડીએમ અલમોડા, AMA-ZP અને EO-NP અલમોડા સાઈટના પ્રભારી છે. તે પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. પહાડો પર ડેઝિગ્નેટેટ સ્મશાનગૃહ નથી પરંતુ ઘાટોને અંતિમ સંસ્કાર માટે ચિન્હિત કરવામાં આવ્યા છે. પીપીઈ કિટમાં દેખાઈ રહેલ વ્યક્તિ એક સરકારી કર્મચારી છે જે પોતાની ફરજો પૂરી કરી રહ્યો છે.'

મીડિયા ગ્રુપે જણાવ્યુ હતુ કે અલમોડામાં કોવિડ દર્દીઓના અંતિમ સંસ્કાર પારંપરિક સ્મશાન ઘાટમાં થવા પર ગ્રામીણોએ વાંધો દર્શાવ્યા બાદ જંગલમાં અસ્થાયી સ્મશાન બનાવવામાં આવ્યુ. ગ્રામજનોએ પ્રશાસનને આ અંગે ઘણા પત્રો લખ્યા પરંતુ પ્રશાસને ધ્યાન ન આપ્યુ. ગ્રામજનોએ જણાવ્યુ કે તેઓ કોઈ સરકારી મદદ વિના જાતે ખુલ્લા જંગલમાં સ્વજનોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. ઉત્તરાખંડ સરકારે પોતાની નિષ્ફળતા છૂપાવવા આ રિપોર્ટને ખોટો ગણાવ્યો પરંતુ ઈન્ડિયા ટુ઼ડેએ પોતાના રિપોર્ટ પર અડગ રહીને ફરીથી નવા ફેક્ટ રજૂ કર્યા છે.

English summary
Shocking media report on cremation in Almora forests, Uttarakhand government's claims wrong.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X