દિવ્યા પાહુજા હત્યા કેસમાં ચૌકાવનારા ખુલાસા, હેવાનિયતથી આવી રીતે કરાઈ હત્યા

મોડલ દિવ્યા પાહુજાની હત્યાને લઈને એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ ક્રમમાં તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી ચૌકાવનારી બાબતો સામે આવી છે.

દિવ્યા પાહુજાના મોતના 11 દિવસ બાદ હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં એક નહેરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિસારની અગ્રોહા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો હતો.

Divya Pahuja

પોસ્ટમોર્ટમ દરમિયાન મોડલની આંખો પાસે ગોળીઓના ટુકડા મળી આવ્યા છે. શરીર પર ઈજાના ઘણા નિશાન છે. ઉપરાંત પોલીસ શરીરના ઘણા ભાગોને તપાસ માટે મધુબનની ફોરેન્સિક લેબમાં મોકલશે.

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ દિવ્યાના પરિવારને સોંપવામાં આવ્યો છે. મોડલના ગુરુગ્રામના મદનપુરી સ્મશાનગૃહમાં મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

ગુરુગ્રામ ક્રાઈમ બ્રાંચના ઈન્સ્પેક્ટર બ્રહ્મ કુમારે જણાવ્યું કે, દિવ્યા પહુજાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ડોક્ટર મનમોહન, સંદીપ, નીતુ અને સંદીપની ટીમ દ્વારા કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ પહેલા મૃતદેહનો એક્સ-રે કરવામાં આવ્યો જેથી જાણવા મળે કે ગોળી શરીરમાં ક્યાં અટકી છે.

એક્સ-રે પછી ડોકટરોની ટીમે લગભગ 2 વાગ્યે પોસ્ટમોર્ટમ શરૂ કર્યું. પોસ્ટમોર્ટમ લગભગ અઢી કલાક ચાલ્યું. આ દરમિયાન ખબર પડી કે મોડલને તેની આંખ ઉપર ગોળી વાગી હતી. શરીરની અંદરથી બુલેટના છરા પણ મળી આવ્યા છે.

જણાવી દઈએ કે, 2 જાન્યુઆરીએ દિવ્યા પહુજાને પાંચ લોકો હોટેલ સિટી પોઈન્ટમાં રૂમ નંબર 111ની અંદર લઈ ગયા અને માથામાં ગોળી મારી દીધી. ગુરુગ્રામ પોલીસે કહ્યું હતું કે દિવ્યા 56 વર્ષીય હોટલ માલિક અભિજીત સિંહને અશ્લીલ તસવીરો દ્વારા બ્લેકમેલ કરીને કથિત રીતે પૈસા પડાવી રહી હતી.

કોલકાતા એરપોર્ટ પરથી આરોપી બલરાજ ગિલની ધરપકડ બાદ પોલીસે તેની પૂછપરછ કરી હતી. આરોપીએ જણાવ્યું કે દિવ્યાનો મૃતદેહ સંગરુર જિલ્લાના મુનક પાસે એક નહેરમાં ફેંકી દેવામાં આવ્યો છે.

જે બાદ પોલીસ ટીમે ગુરુગ્રામના વરિષ્ઠ અધિકારીઓને આની જાણ કરી. ગુરુગ્રામ પોલીસે આ માહિતી મૃતદેહની શોધમાં લાગેલી તેની ટીમ અને પંજાબ પોલીસની ટીમને આપી હતી.

કેનાલ તોહના થઈ મુનાક થઈને પસાર થાય છે. પોલીસે NDRFની ટીમ સાથે શુક્રવારથી જ આ કેનાલમાં મૃતદેહની શોધખોળ શરૂ કરી દીધી હતી. શનિવારે સવારે લગભગ 10 વાગ્યે તોહનામાં કુડની હેડ નજીકથી દિવ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો. પાણીમાં હોવાને કારણે શરીર ફૂલી ગયું હતું અને ઉપર આવી ગયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X