જમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં અથડામણ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા

જમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં અથડામણ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા

જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લાના કનિગમ વિસ્તારમાં ગુરુવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. સુરક્ષાદળો સાથે આતંકવાદીઓની અથડામણ ગુરુવારે સવારે શરૂ થઈ છે. 3 આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. વિસ્તારમાં હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એક આતંકવાદીએ આત્મસમર્પણ કર્યું છે. આતંકીનું નામ તૌસીફ અહમદ જણાવવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસ મુજબ શોપિયાંના કનિગમ વિસ્તારમાં ઠાર મરાયેલા ત્રણ આતંકવાદીઓ અલ-બદ્ર આતંકી સંગઠનના હતા.

indian army

અલ-બદ્ર આતંકી સંગઠનમાં આ 4 સ્થાનિક આતંકવાદીઓને હાલ જ દાખલ કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ પહેલા તેમને ચારો તરફથી ઘેરી લીધા હતા. સુરક્ષા દળે આ ઓપરેશનને ઘણી ધીરજથી આગળ વધારી રહ્યા હતા કેમ કે પોલીસ અને સુરક્ષા દળોની કોશિશ એ ચારેય આતંકવાદીઓને આત્મસમર્પણ કરાવવાની હતી. પોલીસે કહ્યું કે આ ચારેય આતંકવાદી હાલમાં જ અલ બદ્ર આતંકી સંગઠનમાં સામેલ થયા હતા. પરંતુ તેમાંથી ત્રણ ઠાર મરાયા છે અને એકે સરેન્ડર કરી દીધું છે.

જણાવી દઈએ કે કોરોના કાળમાં પણ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. બારામૂલા જિલ્લામાં મંગળવારે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા દળોએ બોમઈ ક્ષેત્રના નાથીપોરા વિસ્તારમાં ઘેરાબંધી અભિયાન શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળી હતી.

જો કે મૃત આતંકવાદીઓની હાલ કોઈ ઓળખ નથી મળી શકી. કાશ્મીરના ડીજીપી વિજય કુમારે જાણકારી આપી હતી કે 29 માર્ચે સોપોરમાં બે કાઉન્સલર અને એક પોલીસકર્મીની હત્યા કરનાર એક વિદેશી આતંકવાદીને અથડામણમાં ઘેરી લેવાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X