ગટરના પાણીથી નાળિયેરને રાખતો હતો ઠંડા, વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પકડ્યો

Greater Noida News: ઉનાળામાં ડીહાઈડ્રેશનથી બચવા માટે લોકો નાળિયેર પાણીનુ સેવન કરતા હોય છે. રસ્તામાં જ્યાં પણ નાળિયેર પાણીની ગાડી કે સ્ટોલ જોવા મળે આપણે રોકાઈ જઈએ છીએ. પરંતુ આ સમાચાર વાંચ્યા પછી હવે તમે નાળિયેર પાણી લેતા અને પીતા પહેલા તમે સો વાર વિચાર કરશો.

સોશિયલ મીડિયા પર નાળિયેર પાણી વેચતા એક વ્યક્તિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક આ વ્યક્તિ નાળિયેર 'તાજા' અને 'સ્વચ્છ' રાખવા માટે તેના પર ગટરનું પાણી છાંટી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી હતી.

noida

જુઓ વીડિયો...

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો 25 સેકન્ડનો છે અને તે બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારની શ્રી રાધા સ્કાય ગાર્ડન સોસાયટીની બહારનો હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ મુજબ સમીર નામનો એક વ્યક્તિ ઘણા સમયથી સોસાયટીની બહાર નાળિયેર પાણી વેચતો હતો. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે નાળિયેર પર ગટરનું પાણી છાંટી રહ્યો હતો.

જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ક્યારેનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ, આ વીડિયો હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નાળિયેર વેચનાર પાછળથી વહેતા નાળામાંથી પ્લાસ્ટિકના બૉક્સમાં પાણી ભરે છે અને પછી તે પાણી લારીમાં રાખેલા નાળિયેર પર છાંટે છે.

આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનથી આ આખી ઘટનાનુ વીડિયો રેકોર્ડિંગ કર્યું, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે મામલાની નોંધ લીધી અને આરોપી નાળિયેર પાણી વેચનાર વ્યક્તિની ધરપકડ કરી.

આ અંગે બિસરાખ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અનિલ રાજપૂતે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં નાળિયેર પાણી વેચનાર પોતાની લારીમાં રાખેલા નાળિયેરને ગંદા પાણીથી ધોતો જોવા મળે છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ સમીર છે અને તે બરેલીના તિગડી ગામનો રહેવાસી છે. નોઈડામાં સ્કાય ગાર્ડન સોસાયટી પાસેની ઝૂંપડપટ્ટીમાં પરિવાર સાથે રહે છે. સમીર વિરુદ્ધ આઈપીસીની કલમ 270, 504 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X