શત્રુધ્નનો શોટ : ભાજપમાંથી રાજીનામુ, હવે કોનો વારો?

સૂત્રોનું કહેવું છે કે ભાજપમાં આંતરિક જૂથવાદને કારણે સ્થિતિ વધારે વણસી શકે છે અને આવનારા દિવસોમાં ડેમેજ કન્ટ્રોલ કરવામાં નહીં આવે તો વધારે રાજીનામા પડી શકે એમ છે. રાજધાની દિલ્હીના સૌથી પોશ વિસ્તાર ગણાતા લુટિયન્સમાં અડવાણીના રાજીનામાના પોસ્ટર કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા લગાવવામાં આવ્યાં છે, ત્યાર બાદ ભાજપની મુશ્કેલી વધી ગઈ છે.
અડવાણીના રાજીનામા પર સીધી પ્રતિક્રિયા આપતાં સંઘના પ્રમુખે કહ્યું છે કે, 'અડવાણીનું રાજીનામું દુર્ભાગ્યપૂર્ણ છે અને તેનાથી નુકશાન થશે. જો તેઓ માની જાય તો ઠીક છે, નહીં તો પાર્ટીએ આગળ આવવું પડશે.' આવી જ કંઈક વાત વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી અશોક સિંઘલ, સંઘ પ્રવક્તા રામ માધવે પણ કરી છે.
ભાજપમાં મોદીને અવ્વલ સ્થાન અપાવવાની સંઘ છેલ્લા ઘણા સમયથી તૈયારી કરી રહ્યો હતો. આ બાબતનો અડવાણી આડકતરી રીતે વિરોધ કરી રહ્યાં હતાં. અત્યાર સુધી અડવાણી મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેમની પાર્ટી જેડીયૂના સહારે મોદી વિરુદ્ધ વાર કરી રહ્યાં હતાં.
જો કે જેડીયૂ દ્વારા સફળ નહીં થતાં તેમને સીધા મોર્ચાનો પડકાર ફેંક્યો છે. ગોવા રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં કેટલાંક નેતાઓનો વિરોધ હોવા છતાં પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે સંઘની સંમતિથી મોદીને ચૂંટણી અભિયાનના અધ્યક્ષ બનાવ્યા હતાં.












Click it and Unblock the Notifications
