• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રદ્ધા મર્ડર કેસઃ ગર્લફ્રેન્ડના 35 ટૂકડા કરનાર આફતાબ ગૂગલની મદદથી શરીરની સંરચના સમજતો, જાણો સનસનીખેજ ખુલાસા

|
Google Oneindia Gujarati News

હ્રદય કંપાવી દે તેવા શ્રદ્ધા હત્યાકાંડનો આરોપી આફતાબ પોલીસ કસ્ટડીમાં છે. તેણે પોલીસ સામે કબૂલ્યુ છે કે તેણે જ પોતાની ગર્લફ્રેન્ડને મારી છે. તે પૂછપરછમાં એક પછી એક સનસનીખેજ ખુલાસા કરી રહ્યો છે. હાલમાં તે 5 દિવસના રિમાન્ડ પર છે. આરોપી પોલીસની પૂછપરછમાં સતત અંગ્રેજીમાં વાત કરી રહ્યો હતો.

ડેટિંગ એપ દ્વારા શ્રદ્ધાને મળ્યો

ડેટિંગ એપ દ્વારા શ્રદ્ધાને મળ્યો

આફતાબ અમીન પૂનાવાલાએ પોલીસને જણાવ્યુ કે તે શ્રદ્ધાને વર્ષ 2019માં ડેટિંગ એપ દ્વારા મળ્યો હતો. તે જ વર્ષથી આફતાબ શ્રદ્ધા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. પોલીસે સોમવારે આફતાબ પૂનાવાલાની દિલ્લીના છતરપુર સ્થિત તેના શેરિંગ ફ્લેટમાંથી ધરપકડ કરી હતી. આફતાબે મે મહિનામાં શ્રદ્ધાનુ ગળુ દબાવીને હત્યા કરી હતી અને તેના મૃતદેહને તેના ઘરના ફ્રિજમાં 35 ટુકડા કરીને રાખ્યો હતો અને પછી ધીમે ધીમે તેને દિલ્લીના વિવિધ વિસ્તારોમાં એક પછી એક ફેંકી દેતો હતો.

શ્રદ્ધા તેના પર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી

શ્રદ્ધા તેના પર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી

પૂછપરછ દરમિયાન આફતાબે પોલીસને જણાવ્યુ કે તેના અને શ્રદ્ધાના સંબંધો ખરાબ હતા અને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. તેણે કહ્યુ કે, શ્રદ્ધા તેના પર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી અને આ બાબતે તેઓ અવારનવાર ઝઘડા કરતા હતા. 18 મેના રોજ ઝઘડા બાદ આફતાબે શ્રદ્ધાનુ ગળુ દબાવી દીધુ હતુ. ત્યારબાદ તેણે તીક્ષ્ણ હથિયાર વડે તેના શરીરને કાપી નાખ્યુ અને કાપેલા ભાગોને સ્ટોર કરવા માટે ફ્રીઝ ખરીદ્યુ. આગામી 16 દિવસમાં તે રાતના અંધારામાં બહાર જતો અને દિલ્લીની વિવિધ સ્થળોએ શરીરના કાપેલા ટૂકડાને ફેંકતો હતો.

વેબસીરિઝ જોઈને બૉડી ડિસ્પોઝ કરવાનો આઈડિયા આવ્યો

વેબસીરિઝ જોઈને બૉડી ડિસ્પોઝ કરવાનો આઈડિયા આવ્યો

હ્રદય કંપાવી આ ઘટનામાં જાણવા મળ્યુ છે કે આફતાબે શ્રદ્ધાના શરીરના ટૂકડા કર્યા બાદ આખા ઘરને સોડિયમ હાઈપો ક્લોરાઈડથી ધોયુ હતુ. જેથી પોલીસને કોઈ પુરાવા ના મળી શકે. આના વિશે તેણે ગૂગલમાંથી માહિતી લીધી હતી. આ એવુ કેમિકલ છે જેના ઉપયોગ પછી ફૉરેન્સિક ટીમને પુરાવા મળવામાં મુશ્કેલી થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ આફતાબ dexter નામની સીરિઝથી પ્રભાવિત હતો. તેનાથી જ તેને બૉડી ડિસ્પોઝ કરવાનો આઈડિયા આવ્યો હતો.

હજુ સુધી નથી મળ્યુ માથુ

હજુ સુધી નથી મળ્યુ માથુ

શ્રદ્ધા મર્ડર કેસની તપાસ કરી રહેલી દિલ્લી પોલીસને ઘણા મહત્વના પુરાવા મળ્યા છે. મહરૌલીના જંગલમાંથી શ્રદ્ધાના શરીરના અમુક હાડકા મળ્યા છે. હજુ સુધી માથુ મળ્યુ નથી. પોલીસ આફતાબને જંગલમાં લઈ જશે જ્યાં તેણે લાશના ટૂકડા ફેંક્યા હતા. પોલીસે આફતાબના ઘરના બધા જૂતા લઈ લીધા છે. જેને એફએસએલ મોકલવામાં આવશે. જેના દ્વારા જૂતામાં લાગેલી જંગલની માટીને મેચ કરી શકાશે. જેનાથી સાબિત થઈ શકે કે તે જંગલમાં ગયો હતો.

પોલીસને બિન્દાસ્ત કહ્યુ, 'Yes I killed her.'

પોલીસને બિન્દાસ્ત કહ્યુ, 'Yes I killed her.'

પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે આરોપી આફતાબ મહરૌલીના મકાનમાં પહેલા 15 મેએ શિફ્ટ થયો હતો. પછી આગલા દિવસે પોતાની ગર્લફ્રેન્ડ શ્રદ્ધાને લાવ્યો અને 18 મેએ તેની હત્યા કરી દીધી. 19 મેએ તે મહરૌલી ગયો અને શબના ટૂકડા કરવા માટે એક આરી ખરીદી. બૉડી પાર્ટ્સને સ્ટોર કરવા માટે એક ફ્રીજ પણ ખરીદ્યુ. પોલીસની પૂછપરછમાં આફતાબ બિલકુલ ગભરાતો નહોતો. તેણે પોલીસને બિન્દાસ્ત કહ્યુ, 'Yes I killed her.'

ઘરમાંથી લોહીનો એક છાંટો પણ ન મળ્યો

ઘરમાંથી લોહીનો એક છાંટો પણ ન મળ્યો

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 18 મેના રોજ આફતાબનો શ્રદ્ધા સાથે ઝઘડો થયો હતો. ઝઘડા પછી તે શ્રદ્ધાની છાતી પર બેસી ગયો અને તેનુ ગળુ દબાવીને હત્યા કરી દીધી. શ્વાસ રુંધાવાથી શ્રદ્ધાએ થોડી વારમાં જ દમ તોડી દીધો. આફતાબે હત્યા બાદ શ્રદ્ધાની બૉડીને ખેંચીને બાથરુમમાં છૂપાવી દીધી. જેથી કોઈ ઘરમાં આવે તો તેને શંકા ના જાય. તેણે ઘર અને ફ્રીઝને કેમિકલથી એ રીતે સાફ કરી દીધુ હતુ કે પોલીસને ઘરમાંથી લોહીનો એક છાંટો પણ ન મળ્યો. પોતાના જધન્ય ગુનાને છૂપાવવા તે એક ખાસ પ્રકારની અગરબત્તી કરતો હતો.

જ્યારે શ્રદ્ધાના પિતાએ FIR નોંધાવી ત્યારે દિલ્લી પોલીસે મામલાની તપાસ શરૂ કરી. શ્રદ્ધાના પિતાએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તેમની પુત્રી 8 નવેમ્બરે દિલ્લીના મહેરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થઈ હતી. તેમણે પોલીસને જણાવ્યુ હતુ કે શ્રદ્ધાના મિત્રએ 14 સપ્ટેમ્બરે તેમના પુત્રનો સંપર્ક કર્યો હતો અને કહ્યુ હતુ કે શ્રદ્ધા મળી નથી રહી. તે બે મહિનાથી વધુ સમયથી શ્રદ્ધાના સંપર્કમાં નથી. શ્રદ્ધાનો ફોન સ્વીચ ઓફ હતો.

English summary
Shraddha Murder Case: Aaftab met shraddha on dating app, she pressuring him to get married, Know what he told to police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X