For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shraddha Murder Case: હા, મે શ્રદ્ધાની હત્યા કરી, મને કોઈ અફસોસ નથી, પૉલીગ્રાફ ટેસ્ટમાં બોલ્યો આફતાબઃ સૂત્ર

સૂત્રો મુજબ પૂછપરછ દરમિયાન આફતાબે એ વાત કબૂલી છે કે તેને પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યાનો કોઈ અફસોસ નથી.

|
Google Oneindia Gujarati News

Shraddha Murder Case: દેશના ચકચારી શ્રદ્ધા વૉકર હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલાનો છેલ્લો પૉલીગ્રાફ ટેસ્ટ મંગળવારે પૂરો થઈ ગયો. સૂત્રો મુજબ પૂછપરછ દરમિયાન આફતાબે એ વાત કબૂલી છે કે તેને પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યાનો કોઈ અફસોસ નથી. ફૉરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓએ કહ્યુ કે આફતાબે શ્રદ્ધા વૉકરની હત્યાને સ્વીકારી છે અને તેણે કહ્યુ કે તેને હત્યાનો કોઈ અફસોસ નથી. આફતાબે પૂછપરછમાં કહ્યુ કે, 'મને હત્યાનો કોઈ અફસોસ નથી.'

લેબની બહાર થયો હુમલો

લેબની બહાર થયો હુમલો

પૉલીગ્રાફ ટેસ્ટ દરમિયાન આફતાબે એ પણ સ્વીકાર્યુ છે કે તેણે આફતાબના શરીરના ટુકડા જંગલમાં ફેંકી દીધા હતા અને તેણે શ્રદ્ધા સિવાય પણ ઘણી છોકરીઓને ડેટ કરી હતી.પૉલીગ્રાફ ટેસ્ટ દરમિયાન આફતાબ નોર્મલ હતો, તેણે પોલીસને જણાવ્યુ કે તેણે શ્રદ્ધા મર્ડર કેસની સંપૂર્ણ વિગતો પહેલેથી જ આપી દીધી છે. મંગળવારે ફરી એકવાર આફતાબને એફએસએલ કચેરીમાં લાવવામાં આવ્યો હતો. ભારે સુરક્ષા વચ્ચે તેને અહીં લાવવામાં આવ્યો હતો. આફતાબ પર લેબની બહાર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો.

શ્રદ્ધાના શબના 35 ટૂકડા કર્યા આફતાબે

શ્રદ્ધાના શબના 35 ટૂકડા કર્યા આફતાબે

તમને જણાવી દઈએ કે આફતાબે 18 મેના રોજ શ્રદ્ધા વૉકરનુ ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેના શરીરના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખી દીધા હતા. આ માટે તેણે અલગથી 300 લિટરનુ ફ્રિજ ખરીદ્યુ હતુ. તેણે શરીરના અંગોને ત્રણ અઠવાડિયામાં અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા. તેણે શરીરના અંગોને દક્ષિણ દિલ્લીના મહેરૌલી જંગલમાં ફેંકી દીધા હતા. ઘણા દિવસો સુધી તેણે મૃતદેહના ટુકડા ફેંકી રહ્યો હતો.

આજે આવી શકે છે પૉલીગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ

આજે આવી શકે છે પૉલીગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ

આફતાબના પૉલીગ્રાફ ટેસ્ટનુ પ્રથમ સેશન તેની ખરાબ તબિયતને કારણે મોકૂફ રાખવામાં આવ્યુ હતુ. બીજુ સેશન 23 નવેમ્બરે યોજાવાનુ હતુ. પરંતુ તે પણ મુલતવી રાખવામાં આવ્યુ હતુ. બાદમાં 25 અને 26 નવેમ્બરના રોજ બીજા અને ત્રીજા સત્રનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આફતાબના પોલીગ્રાફ ટેસ્ટ બાદ હવે નિષ્ણાતો અંતિમ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. તેના જુદા જુદા સેશન માટેના અહેવાલો તૈયાર કરવામાં આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે આ રિપોર્ટ આજે આવી શકે છે. દિલ્લી પોલીસને 1લી ડિસેમ્બરે કોર્ટે પલીગ્રાફ ટેસ્ટની મંજૂરી આપી હતી.

13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં આફતાબ

13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં આફતાબ

આ પહેલા દિલ્લી પોલીસે કોર્ટને કહ્યુ હતુ કે તે ખોટા જવાબ આપી રહ્યો છે અને અમને ગેરમાર્ગે દોરી રહ્યો છે. નોંધનીય છે કે આફતાબની પોલીસે 12 નવેમ્બરે ધરપકડ કરી હતી. જે બાદ તેને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. બાદમાં તેની કસ્ટડી 22 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. બાદમાં તેની કસ્ટડી વધુ 4 દિવસ માટે લંબાવવામાં આવી હતી. 26 નવેમ્બરે તેને 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

English summary
Shraddha Murder Case: Aftab Poonawala admits he killed shraddha and has no regret in polygraph test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X