Shraddha Murder Case: 'હેપ્પી ડેઝ' કેપ્શન સાથે શ્રદ્ધાએ આફતાબ સાથે શેર કરી હતી છેલ્લી પોસ્ટ

શ્રદ્ધાએ હત્યા પહેલા પુસ્તક વાંચતી પોસ્ટ મુકી હતી. આ તસવીર હિમાચલ પ્રદેશની છે. 11 મેના રોજ શેર કરવામાં આવેલી આ તસવીરમાં તેણે...

Shraddha Murder Case: શ્રદ્ધા હત્યા કાંડમાં જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે તેમ-તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. દિલ્લી પોલીસના જણાવ્યા મુજબ શ્રદ્ધાની હત્યા બાદ આફતાબે શરીરના 35 ટૂકડા કરીને જંગલમાં ફેંકી દીધા. હાલમાં તેની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. પોલીસ 24 કલાક તેનુ નિરીક્ષણ કરી રહી છે. સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ જોઈને એવુ નથી લાગતુ કે તે આવો બેરહેમ નીકળશે. ઈન્સ્ટાગ્રામ પર આફતાબના 28000 ફોલોઅર્સ હતા. તે ઈન્સ્ટા પર ફૂડ બ્લૉગિંગ સંબંધિત કન્ટેન્ટ પણ મૂકતો હતો.

shraddha

શ્રદ્ધા વૉકર ઈન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ નહોતી. જો કે, તેણે તેના બાયોમાં પોતાને એક પથિક તરીકે વર્ણવી હતી. ઇન્સ્ટા પર શ્રદ્ધાના 27000 ફોલોઅર્સ હતા. બંનેની મોટાભાગની પોસ્ટમાં સુંદર સ્થળોના ફોટા અને એક લાઈનના સરસ કેપ્શન હતા. શ્રદ્ધાએ હત્યા પહેલા પુસ્તક વાંચતી પોસ્ટ મુકી હતી. આ તસવીર હિમાચલ પ્રદેશની છે. 11 મેના રોજ શેર કરવામાં આવેલી આ તસવીરમાં તેણે કેપ્શનમાં લખ્યુ હતુ કે 'દરેક પસાર થતા દિવસ સાથે વધુને વધુ એક્સપ્લોર કરવુ.'

તેની હત્યાના દસ દિવસ પહેલા શ્રદ્ધાએ ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગાના કિનારે એક શાંત સ્થળેથી એક ઇન્સ્ટાગ્રામ રીલ પોસ્ટ કરી હતી. કેપ્શન બતાવે છે કે શ્રદ્ધાને ટ્રાવેલિંગનો ખૂબ શોખ હતો. સાથે જ તેને નવી જગ્યાઓ શોધવાનો શોખ હતો. પોતાની પોસ્ટમાં તેણે લખ્યુ છે કે 1500 કિલોમીટરની મુસાફરી કર્યા પછી મે મારા દિવસનો અંત સૂર્યાસ્તના નઝારા સાથે કરવાનો નિર્ણય કર્યો. શ્રદ્ધાએ લખ્યુ છે કે વશિષ્ઠ ગુફામાં ગંગાના કિનારે ઉતર્યા હતા. કોણ જાણતુ હતુ કે મને બોલાવતા ગંગાના પરમ નિર્મલ તટ પર બેઠા-બેઠા...'

શ્રદ્ધાએ આફતાબ સાથે માત્ર એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેની છે. તેણે આફતાબ સાથે કેપ્શન આપ્યુ છે - હેપ્પી ડેઝ.. આ સિવાય શ્રદ્ધાએ ઈન્સ્ટા પર આફતાબ સાથે કોઈ તસવીર પોસ્ટ કરી નથી. ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાની પહેલી તસવીર ટ્રેનના દરવાજે ઉભા રહેવાની છે. જેના કેપ્શનમાં લખ્યુ છે, 'વેઈટિંગ ડેસ્ટિનેશન.' આ વર્ષે એટલે કે 2021માં જ શ્રદ્ધાએ હિમાચલ અને ઉત્તરાખંડના ફોટા પણ શેર કર્યા. 2021 બાદ શ્રદ્ધાએ કોઈ પોસ્ટ શેર કરી નહોતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X