Karnataka New CM : સિદ્ધારમૈયાના નામ પર વાગી શકે છે મંજૂરીની મહોર, ખરગે આજે કરી શકે છે જાહેરાત
Karnataka New CM : કર્ણાટકમાં મુખ્યમંત્રી પદનું કોકળું હજૂ પણ ગુંટચવાયેલું છે. આવામાં બે દિવસથી કોંગ્રેસ હાઇકમાન્ડ મુખ્યમંત્રી અંગે વિચારણા કરી રહી છે. મલ્લિકાર્જૂન ખરગેને મુખ્યમંત્રીના નામ નક્કી કરવાની જવાબદારી આપવામાં આવી છે.
આ વચ્ચે સિદ્ધારમૈયાના નામ પર સહમતિ બની રહી હોવાનો સંકેત છે. આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યા છે કે, 89 ધારસભ્યો સિદ્ધારમૈયાના સમર્થન છે. આ સાથે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વના તેડા પર તેઓ સોમવારના રોજ દિલ્હી પહોંચ્યા હતા.

ડીકે શિવકુમાર પીછેહઠ કરવા તૈયાર નથી. બીમારીનું કારણ આપીને તેમણે દિલ્હી આવવાની ના પાડી અને દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ હાઇકમાન્ડ શિવકુમારને નારાજ કરવા માંગતું નથી. હવે તેમને સન્માનજનક ગોઠવણ માટે મહત્વપૂર્ણ પોર્ટફોલિયો સાથે નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી રહી છે.
નિરીક્ષકોનો અહેવાલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે સુધી પહોંચતા હવે તમામની નજર ટોચના નેતૃત્વ પર ટકેલી છે. નિરીક્ષકો સુશીલ કુમાર શિંદે, ભંવર જિતેન્દ્ર સિંહ અને દીપક બાવરિયાએ રવિવારની મોડી રાત સુધી ધારાસભ્યો સાથે પરામર્શ કર્યા બાદ સોમવારે સાંજે દિલ્હીમાં ખરગેને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.
સિદ્ધારમૈયાએ દિલ્હી જતા પહેલા જ દાવો કર્યો હતો કે, મોટાભાગના ધારાસભ્યો મારા પક્ષમાં છે. જેના જવાબમાં શિવકુમારે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ મારા નેતૃત્વમાં ચૂંટણી લડી અને મોટી જીત મેળવી છે.
શિવકુમાર હવે મંગળવારના રોજ દિલ્હી આવી શકે છે. નેતૃત્વના આમંત્રણ પર દિલ્હી પહોંચેલા તેમના ભાઈ અને કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશ મોડી સાંજે પાર્ટી અધ્યક્ષ ખરગેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. જે બાદ મીડિયાને તેમના દિલ્હી આવવા વિશે જણાવવામાં આવ્યું હતું.
ખરગે કરી શકે છે જાહેરાત - કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાનું કહેવું છે કે, ખરગેને મુખ્યમંત્રી પસંદ કરવામાં વધુ સમય નહીં લાગે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિરીક્ષકોના રિપોર્ટ બાદ હવે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ મંગળવારના રોજ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. નવા મુખ્યમંત્રી 18 કે 20 મેના રોજ શપથ લઈ શકે છે.
પાર્ટી હાઇકમાન્ડ છત્તીસગઢ-રાજસ્થાનમાં ફોર્મ્યુલા લાગુ કરવામાં સક્ષમ ન હતું - સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ નેતૃત્વ શિવકુમારના સન્માનજનક ગોઠવણ માટે માત્ર અઢી વર્ષ માટે સીએમ પદ વહેંચવાની ફોર્મ્યુલા પર કામ કરી રહ્યું હતું. હવે તેમને ડેપ્યુટી સીએમ પદની ઓફર કરવામાં આવી છે.
સૂત્રોનો દાવો છે કે, સિદ્ધારમૈયાએ પાર્ટીને પહેલા તેમને અને પછી શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. શિવકુમારે આ વાતને નકારી કાઢી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહ દેવ અને રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે સમાન ફોર્મ્યુલા પર કામ કરવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં પાર્ટી નેતૃત્વ તેનો અમલ કરી શક્યું ન હતું.
નારાજ શિવકુમારે દિલ્હી આવવાની ના પાડી, અટકળો શરૂ થઈ - મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદારોમાંના એક શિવકુમારના સ્ટેન્ડને કારણે કોંગ્રેસમાં બધુ બરાબર નથી તેવી અટકળો શરૂ થઈ છે.
સવારે : કેન્દ્રીય નેતૃત્વ દ્વારા સીએમ પદ પર વાતચીત માટે બોલાવવામાં આવતા, શિવકુમારે બેંગ્લોરમાં જણાવ્યું હતું કે, આજે તેમનો જન્મદિવસ છે, તેથી તેઓ દિલ્હી નહીં જાય.
બપોરે : મીડિયાને કહ્યું કે પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કર્યા પછી, જે પણ ફ્લાઇટ મળશે તે દ્વારા દિલ્હી જશે. સાંજ સુધીમાં દિલ્હી જવાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મારા પેટમાં થોડી તકલીફ છે. સંક્રમણ અને તાવ પણ છે.
સિદ્ધારમૈયાને જવાબ... મારી સંખ્યા 135 ધારાસભ્યો છે
શિવકુમારે સવારે કહ્યું, મારી તાકાત 135 ધારાસભ્યોની છે. મારા નેતૃત્વમાં જ પાર્ટીએ ઘણી બેઠકો જીતી છે. મેં જે કહ્યું તે કરીને બતાવ્યું છે.
સાંજે તેમણે જણાવ્યું હતું કે, તમામ ધારાસભ્યો કોંગ્રેસના છે. તેમની પાસે એક પણ ધારાસભ્ય નથી. પક્ષના નેતૃત્વએ જે પણ નિર્ણય લેવાનો હોય તે કરશે. કટાક્ષ કરતા તેમણે એમ પણ કહ્યું કે, સિદ્ધારમૈયા સાથે વધુ ધારાસભ્યો છે અને હું પણ તેમને શુભેચ્છા પાઠવું છું.












Click it and Unblock the Notifications
