For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરિંદર સિંહે સિદ્ધુ પર ફોડ્યું હારનું ઠીકરું, કહ્યું- બાજવાને ગળે લગવવાનું નુકસાન

અમરિંદર સિંહે સિદ્ધુ પર ફોડ્યું હારનું ઠીકરું, કહ્યું- બાજવાને ગળે લગવવાનું નુકસાન

|
Google Oneindia Gujarati News

દેશભરમાં મોદી લહેરની વચ્ચે પંજાબ જ એક એવું રાજ્ય છે જ્યાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરી ચૂકી છે. 2014ના જનાદેશને પછાડતા આ વખતે ટ્રેન્ડ્સમાં ભાજપ એકલી જ 300 સીટનો આંકડો પાર કરતી જોવા મળી રહી ચે. છતાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ કોંગ્રેસ પાર્ટીના પ્રદર્શનથી ખુશ જોવા મળી રહ્યા છે અને તેમણે પોતાના મંત્રી નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન પ્રેમને પાર્ટીની હાર માટે જવાબદાર ઠેરવ્યું છે.

siddhu

અમરિંદર સિંહે પ્રેસ કોન્ફ્રેન્સ કરતા કહ્યું કે સિદ્ધુએ પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાને ગળે લગાવ્યા હતા જે એકેય હિંદુઓને સારું નહોતું લાગ્યું, એટલું જ નહિ, પૂર્વ સૈનિક હોવા બદલ મને પણ આ હરકત પસંદ નહોતી આવી. કેપ્ટને કહ્યું કે કોઈપણ ભારતીય આવી હરકતને બર્દાશ્ત ન કરી શકે.

ગુરદાસપુરમાં કોંગ્રેસ સાંસદ સુનીલ જાખડ ટ્રેન્ડ્સમાં પાછળ રહી જતાં કેપ્ટને કહ્યું કે જાખડ અનુભવી રાજનેતા છે અને તેમણે ત્યાં કામ પણ બહુ કર્યું છે, જનતા એક સારા રાજનેતાની ઉપર કોઈ અભિનેતાને વધુ મહત્વ આપી રહી છે, આ વાત સમજથી બહાર છે.

ગુરદાસપુર સીટ પર જાખડનો મુકાબલો હાલમાં જ ભાજપમાં સામેલ થયેલ અભિનેતા સની દેઓલ સાથે છે જેઓ ટ્રેન્ડમાં આગળ ચાલી રહ્યા છે. પંજાબમાં કોંગ્રેસની સરકાર છે અને પાર્ટી ત્યાં અન્ય રાજ્યોની અપેક્ષાએ સારું કરતી જોવા મળી રહી છે. રાજ્યના પડોસમાં વસેલ દિલ્હી, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં મોદી લહરને પગલે કોંગ્રેસના સૂફડાં સાફ થતાં જોવા મળી રહ્યાં છે જ્યારે પંજાબમાં 13માંથી 10 સીટ પર કોંગ્રેસને લીડ મળતી જોવા મળી રહી છે.

ગળે લગાવી ફસાઈ ગયા સિદ્ધુ

જણાવી દઈએ કે પાકિસ્તાનના પીએમ અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે પંજાબ સરકારમાં મંત્રી સિદ્ધુ અંગત રીતે પાકિસ્તાન ગયા હતા. ત્યાં સમારોહમાં તેમની મુલાકાત પાકિસ્તાની સેના પ્રમુખ બાજવા સાથે થઈ અને તેમણે બાજવાને ગળે લગાવ્યા હતા.

સિદ્ધુનું કહેવું છે કે તેમણે કરતારપુર કોરિડોર પર પાકિસ્તાનના પ્રયાસોથી ખુશ થઈ આવું કર્યું પરંતુ દેશભરમાં સિદ્ધુના આ પગલાંનો વિરોધ થયો હતો. વિરોધી નેતાઓ સિવાય સિદ્ધુને પોતાની જ પાર્ટીમાં આની આલોચના પણ ભોગવવી પડી હતી, તેના પર નિશાન સાધનારોમાં ત્યારે પણ કેપ્ટન અમરિંદર સિંહ સૌથી આગળ હતા.

આ પણ વાંચો- રજનીકાંતે પીએમ મોદીને અભિનંદન આપ્યા અને કંઈક આવું કહ્યું

English summary
siddhu- bajwa hug is responsible for huge Defeat says captain amrinder singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X