વસુંધરા ભાજપાથી છેડો ફાડી નવી પાર્ટી રચશે?

મીડિયા અહેવાલ અનુસાર રાજે જે અત્યારે વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ છે, તે પોતાના નિષ્ઠાવાન વિધાયકોની સાથે મળીને પોતાની અલગ પાર્ટી રચી શકે છે.
રાજે બીજેપીના હાઇકમાનથી નારાજ છે કારણકે પ્રદેશ અધ્યક્ષની વરણીમાં પાર્ટીના મોટા નેતાઓએ તેમનો મત ન્હોતો લીધો. સાથે સાથે રાજેને એવું પણ લાગી રહ્યું છે કે પાર્ટીના અણછાજતા વલણના કારણે આવતા વર્ષે ડિસેમ્બરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના માનીતાઓને ટીકિટ અપાવવામાં મૂશ્કેલી પડી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જો ભાજપે રાજેની માંગો ન સ્વીકારી અને તેમને તેમના કદ પ્રમાણે રાજ્યમાં પદ ના આપ્યું તો તે ચૂંટણી પહેલાં જ પોતાના અલગ પક્ષની જાહેરાત કરી દેશે. રાજેના સમર્થકો એવી ફરિયાદ કરતા આવ્યા છે કે રાજેને હાંસિમાં ધકેલી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
