ફિનલેન્ડમાં શિક્ષકોની ટ્રેનિંગ માટે સિસોદીયાએ LGને લખી ચિઠ્ઠી, કહી આ વાત
મનીષ સિસોદિયા આ પ્રસ્તાવ અંગે એલજીને પત્ર લખી ચૂક્યા છે. દિલ્હી એલજીએ દિલ્હી સરકારને આ કાર્યક્રમના ખર્ચ લાભનું વિશ્લેષણ કરવા જણાવ્યું હતું.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુરુવારે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને બીજો પત્ર લખીને દિલ્હીની સરકારી શાળાઓના શિક્ષકોને તાલીમ માટે ફિનલેન્ડ મોકલવાના પ્રસ્તાવને મંજૂરી આપવા વિનંતી કરી હતી. દિલ્હીના ડેપ્યુટી સીએમ ઉપરાંત મનીષ સિસોદિયા દિલ્હીના શિક્ષણ મંત્રી પણ છે. સરકારી નિયમોને ટાંકીને તેમણે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નર આવા પ્રસ્તાવોને 15 દિવસથી વધુ રોકી શકતા નથી.

એલજીએ શિક્ષકોની તાલિમ પ્રસ્તાવને રોક્યો
ડેપ્યુટી સીએમએ કહ્યું કે એલજીએ એક મહિનાથી શિક્ષકોની તાલીમના પ્રસ્તાવને રોકી રાખ્યો છે. ગવર્નર 15 દિવસથી વધુ સમય સુધી કોઈ પણ ફાઈલ રાખી શકતા નથી. તમને જણાવી દઈએ કે, 20 જાન્યુઆરીએ દિલ્હી સરકારે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને એક પ્રસ્તાવ મોકલ્યો હતો, જેમાં તેમણે સરકારી શિક્ષકોને ટ્રેનિંગ માટે ફિનલેન્ડ મોકલવાની મંજૂરી આપવાનો અનુરોધ કર્યો હતો, જો કે આ અંગે રાજ્યપાલ વીકે સક્સેનાએ દિલ્હીને જાણ કરી હતી. સરકારને આ કાર્યક્રમ વિશે પહેલા ખર્ચ લાભનું વિશ્લેષણ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

'ચૂંટાયેલી સરકારના નિર્ણયને રોકવો એ બંધારણ અને લોકશાહી વિરુદ્ધ'
સિસોદિયા આ અંગે એલજીને બે વખત પત્ર લખી ચૂક્યા છે. સિસોદિયાનું કહેવું છે કે આ પ્રસ્તાવને ચૂંટાયેલી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ પણ તેને રોકવામાં આવી રહ્યો છે. આ પહેલા લખેલા પત્રમાં મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે સરકારે ખર્ચ-લાભ સહિત આ પ્રસ્તાવના તમામ પાસાઓનું વિશ્લેષણ કર્યું છે અને જાણવા મળ્યું છે કે શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોની ક્ષમતા વધારવા માટે આ તાલીમ કાર્યક્રમ ખૂબ જ જરૂરી છે.

દેશનો ચુનંદા વર્ગ સામંતવાદી માનસિકતાનો શિકાર
ડેપ્યુટી સીએમએ વધુમાં લખ્યું કે જો મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીએ તેમના શિક્ષકોને વિદેશ મોકલવાનું નક્કી કર્યું છે તો એલજી વારંવાર નાનો વાંધો ઉઠાવીને તેને કેવી રીતે રોકી શકે? લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારના લગભગ દરેક નિર્ણયને એક બિનચૂંટાયેલ વ્યક્તિ બદલી રહ્યો છે તે લોકશાહી અને બંધારણની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે આપણા દેશનો ચુનંદા વર્ગ સામંતવાદી માનસિકતાનો શિકાર છે.












Click it and Unblock the Notifications
