અમેરિકામાં અંધાધૂંધ ગોળીબાર, 6ના મોત

પોલીસ સાર્જેન્ટ રૂડી ફ્લોર્સે જણાવ્યું કે ઘણા પ્રત્યક્ષદર્શીઓ અનુસાર એક વ્યક્તિએ એક બસ સહિત વાહનો પર ગોળીબાર કર્યો. લોકોનું કહેવું છે કે બંદૂકધારીએ સેન્ટા મોનિકા કોલેજ પાસે ગીચતા વાળા સ્થળ પર અચાનક કાર્સ અને એક બસ પર ગોળીઓનો વરસાદ કરવાની શરૂઆત કરી દીધી હતી. બાદમાં પોલીસે તેને શૂટ કરી દીધો હતો.
ઘટના સમયે કોલેજ બંધ હતી અને અંદાજે પાંચ કિમી દૂર રાષ્ટ્રપતિ બરાક ઓબામા એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જો કે, આ ઘટનાથી તેમનો કાર્યક્રમ પ્રભાવિત થયો નથી. હત્યારાનો ઉદ્દેશ્ય શું હતો તે હજી સુધી જાણી શકાયું નથી.












Click it and Unblock the Notifications
