ચિત્રકૂટ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત, બેની હાલત ગંભીર
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં માર્ગ અકસ્માતે વિનાશ સર્જાયો હતો. ચિત્રકુટમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોનું મોત નીપજ્યું હતું. જ્યારે 2 વ્યક્તિને ઇજા થઈ છે.
ચિત્રકુટ 09 જુલાઇ, 2022 : શનિવારની વહેલી સવારે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં માર્ગ અકસ્માતે વિનાશ સર્જાયો હતો. ચિત્રકુટમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ લોકોનું મોત નીપજ્યું હતું. જ્યારે 2 વ્યક્તિને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મકલી વધુ તપાસ હાથ ધરી હતી.

ભરતકુપ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના
મળતી માહિતી અનુસાર, ચિત્રકૂટ જિલ્લાના ઝાંસી-મિરઝાપુર નેશનલ હાઇવેના ભરતકુપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રસ્તા પર સૂઈ રહેલાગામલોકોને અનિયંત્રિત ટામેટાથી ભરેલા પીકઅપે કચડ્યા હતા. આ અકસ્માતમાં છ ગામલોકોનું મોત નીપજ્યું હતું. તેમાંથી એક સારવારદરમિયાન મૃત્યુ પામ્યો હતો.

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા
જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ થયો છે. માહિતી પ્રાપ્ત થતાંની સાથે જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોને કબ્જે કરીનેતપાસ શરૂ કરી છે. આ સાથે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચિત્રકૂટ અકસ્માતમાં છ લોકોના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. આવા સમયે, મુખ્યમંત્રીએ મૃતકના પરિવારોને2 લાખ અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર આપવાની જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
