• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જતાં જતાં પણ પરેશાન કરશે ચોમાસું, Skymetએ આ જગ્યાએ તેજ વરસાદની આશંકા જતાવી

|

નવી દિલ્હીઃ છેવટે દેશમાંથી દક્ષિણ-પશ્ચિમી ચોમાસું પાછું ફરતું શરૂ થઈ ગયું છે, દેશમાં સામાન્ય ચોમાસાની સિઝનના મુકાબલે આ વખતે આવું 40 દિવસ મોડું થઈ રહ્યું છે. હવામાન વિભાગના રેકોર્ડ મુજબ 1960 બાદ આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે મૉનસૂન આટલું મોડું પરત ફરી રહ્યું હોય.

જતાં-જતાં પરેશાન કરશે ચોમાસું

જતાં-જતાં પરેશાન કરશે ચોમાસું

બુધવારે હવામાન વિબાગે પંજાબ, હરિયાણઆ અને ઉત્તરી રાજસ્થામાં મૉનસુન પરત ફરવાની ઘોષણા કરી, જે મુજબ હવે મૉનસૂન ઉત્તર ભારતના અન્ય ભાગો અને મધ્ય ભારતથી પરત ફરવાનું શરૂ કરશે.

આ જગ્યાએ તેજ વરસાદનું અલર્ટ

આ જગ્યાએ તેજ વરસાદનું અલર્ટ

પરંતુ સ્કાઈમેટ મુજબ ચોમાસું જતાં-જતાં પણ ઉત્પાત મચાવી જશે માટે આજે મધ્ય મહારાષ્ટ્ર, પુણેમાં હળવાથી તેજ વરસાદની વાત કહી છે, સ્કાઈમેટે દક્ષિણ છત્તીસગઢ અને ઓરિસ્સાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આશંકા જતાવી છે.

અહીં પણ વરસાદ થશે

અહીં પણ વરસાદ થશે

તેનું કહેવું છે કે આગામી 24 કલાકમાં પૂર્વોત્તર રાજ્યો જેવા કે અંદામાન નિકોબાર દ્વીપ સમૂહ, લક્ષદ્વીપ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તેલંગાણા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ, તમિલનાડુ અને કોંકણ તથા ગોવા અને મરાઠાવાડના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. જ્યારે બિહાર અને ઝારખંડમાં હળવા વરસાદની સંભાવના છે.

મૉનસૂનની વાપસીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે

મૉનસૂનની વાપસીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે

સ્કાઈમેટ મુજબ આસામ, નાગાલેન્ડ, ગંગીય પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કેટલાક ભાગો જેવા કે આંતરિક તમિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક, કોંકણ અને ગોવામાં એક કે બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ થશે, હાલ મોસમ વિભાગ મુજબ ચોમાસાની વાપસીની સાથે જ તાપમાનમાં પણ ઘટાડો આવશે અને ઠંડી વધશે.

મોદીને ચિઠ્ઠી લખનાર 49 હસ્તીઓને રાહત, રાજદ્રોહ મામલાની ફરિયાદ ખોટી ઠરી

English summary
Skymet suspects heavy rains at some places of india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X