Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'પુત્ર તો પાછો આપી નહી શકું પરંતુ પુત્રની ફરજ નિભાવીશ'

parveen-zia-ul-haq
લખનઉ, 20 માર્ચ: ઉત્તર પ્રદેશના રાજકારણમાં તોફાન લાવનાર પ્રતાપગઢ હત્યાકાંડમાં શહીદ થયેલા પોલીસ ઉપાધ્યક્ષ જિયા-ઉલ-હકની પત્નીને રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવેલી નોકરીને સ્વિકાર કરતાં ડીજીપી કાર્યાલયમાં વિશેષ અધિકારી (પોલીસ કલ્યાણ)નું પદ સંભાળી લીધું છે.

પોલીસ મહાનિરીક્ષક (કાનૂન-વ્યવસ્થા) વિશ્વકર્માએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે પ્રતાપગઢના કુંડા પોલીસ વિસ્તારના ડીએસપી જિયા-ઉલ-હકની પત્ની પરવીન આઝાદે પોલીસ ડીજીપી કાર્યાલય લખનઉમાં વિશેષ અધિકારી (પોલીસ કલ્યાણ)નું પદ સંભાળી લીધું છે.

આ પહેલાં પરવીન આઝાદે રાજ્ય સરકાર દ્રારા વિશેષ અધિકારી (પોલીસ કલ્યાણ)ની નોકરીને નકારી કાઢી હતી તેમને પોતાના પતિનું પદ એટલે કે ડીએસપીના પદથી નીચું પદ મંજૂર ન હતું. તેમને પુછવામાં આવ્યું હતું કે શું જિયા-ઉલ-હકના ભાઇ સોહરાબે સરકાર દ્રારા પ્રસ્તાવિત નોકરી પર નિયુક્તિ લઇ લીધી છે, વિશ્વકર્માએ કહ્યું હતું કે તેમને આ અંગે જાણકારી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત બે માર્ચના રોજ પ્રતાપગઢના કુંડા સ્થિત બલીપુર ગામમાં સરપંચ નન્હે યાદવની હત્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા ડીએસપી જિયા-ઉલ-હકની હત્યા કરવામાં આવી હતી. ઘટનાસ્થળેથી મૃતક સરપંચ અને તેમના ભાઇ સુરેશ લાશ મળી આવી હતી. આ ઘટનાથી રાજકીય તોફાન આવી ગયું હતું. જિયા-ઉલ-હકની હત્યાનું કાવતરું ઘડવાના આરોપ રઘુરાજ પ્રતાપ સિંહ પર લગાવવામાં આવ્યો હતો અને ત્યાર તેમને મંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X