લખનૌમાં જાહેરમાં કેબ ડ્રાઈવરને માર મારનાર યુવતી વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ
ત્રણ દિવસ પહેલા ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં અવધ ચોકડી પાસે રસ્તા પર એક છોકરીએ કેબ ડ્રાઈવરને માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ત્રણ દિવસ પહેલા ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં અવધ ચોકડી પાસે રસ્તા પર એક છોકરીએ કેબ ડ્રાઈવરને માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી સોમવારે માર મારનાર યુવતી સામે એફઆઈઆર નોંધી હતી. હવે આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયો CCTV કેમેરાનો છે. આ જોયા બાદ યુવતીની ધરપકડ કરવાની માંગ ઉઠી છે. #ArrestLucknowGirl ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

આ ઘટના લખનૌના કૃષ્ણનગર કોતવાલી વિસ્તારના અવધ ચાર રસ્તાની છે, શનિવાર 31 જુલાઈએ બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક છોકરી બેજવાબદાર રીતે રસ્તો ક્રોસ કરી રહી છે. આ દરમિયાન તે ઓલા કેબ સામે આવી જાય છે. જો કે ડ્રાઇવરે સમયસર બ્રેક લગાવતા માત્ર કારનો આગળનો ભાગ છોકરી સાથે ટકરાય છે. ત્યારબાદ છોકરીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચે છે અને કેબ ડ્રાઈવરને કારની અંદરથી ખેંચીને જાહેરમાં રસ્તા પર માર મારે છે.
વીડિયોમાં છોકરી કૂદીને કેબ ડ્રાઈવરને માર મારી રહી છે. આ દરમિયાન યુવતીએ કાર ચાલક સઆદત અલીનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો. આ દરમિયાન એક ટ્રાફિક કોન્સ્ટેબલ પણ સ્થળ પર હાજર હતો. આ આખું નાટક લાંબા સમય સુધી રસ્તા પર ચાલતું રહ્યું. ત્યારબાદ આ ઘટનામાં પોલીસે ઉલ્ટાનું પીડિત યુવક અને અન્ય બે યુવાનોના શાંતિ ભંગ બદલ ચલણ કાપ્યા હતા.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી #arrestLucknowgirl એ ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું હતુ. યુઝર્સ છોકરીના આ કૃત્ય બદલ તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે યુવતીએ કોઈ પણ કારણ વગર ડ્રાઈવરનો ફોન તોડી નાખ્યો હતો. વીડિયોમાં ત્યાં હાજર કેટલાક લોકો કહી રહ્યા છે કે આ છોકરી ઉદ્ધત છે, જો છોકરો કોઈ છોકરીને આટલા લાંબા સમય સુધી માર મારે તો લોકો શું કરતા?
હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પીડિત યુવક સઆદત અલી સિદ્દીકીએ યુવતી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. ચિરંજીવનાથ સિન્હા (ડીસીપી સેન્ટ્રલ) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સોમવારે યુવતી સામે રસ્તા પર હુમલો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. યુવતી સામે IPC ની કલમ 394 અને 427 હેઠળ FIR નોંધવામાં આવી છે.












Click it and Unblock the Notifications
