For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરક્ષણથી નારાજ યુવકે સીએમ નીતીશ કુમાર પર ચપ્પલ ફેંકી, હડકંપ મચ્યો

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની સુરક્ષામાં ભારે ચૂક આવી છે. પટનામાં એક કાર્યક્રમ દરમિયાન એક યુવકે તેમના પર ચપ્પલ ફેંકવાની કોશિશ કરી છે.

|
Google Oneindia Gujarati News

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની સુરક્ષામાં ભારે ચૂક આવી છે. પટનામાં એક કાર્યક્રમ દરમિયાન એક યુવકે તેમના પર ચપ્પલ ફેંકવાની કોશિશ કરી છે. મંચથી દૂર હોવાને કારણે યુવકનો ચપ્પલ મંચ સુધી પહોંચી શક્યો નહીં. જે સમયે આ ઘટના થઇ ત્યારે નીતીશ કુમાર અને જેડીયુ પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહ સહીત બીજા પણ મોટા નેતાઓ બાપુ સભાઘરમાં આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં શામિલ થવા જઈ રહ્યા હતા. નીતીશ કુમાર કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને મંચ પર બેસી જ રહ્યા હતા ત્યારે જ તેમને નિશાનો બનાવીને સભામાં હાજર રહેલા વ્યક્તિએ ચપ્પલ ફેંકી. ત્યાં હાજર રહેલા જેડીયુ નેતાઓએ યુવકને પકડી લીધો અને તેની જોરદાર ધુલાઈ કરી. યુવકનું નામ ચંદન તિવારી જણાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: યુપી-બિહારના લોકો પર થઈ રહેલા હુમલા અંગે નીતિશે સીએમ રૂપાણી સાથે કરી વાત

આરક્ષણથી નારાજ હતો ચપ્પલ ફેંકનાર યુવક

આરક્ષણથી નારાજ હતો ચપ્પલ ફેંકનાર યુવક

હાલમાં જે જાણકારી મળી રહી છે તેના અનુસાર નીતીશ કુમાર પર ચપ્પલ ફેંકનાર યુવક ચંદન આરક્ષણ મુદ્દે તેમનાથી નારાજ હતો, જેને કારણે તેને આવું પગલું ભર્યું. આ ઘટના દરમિયાન કાર્યક્રમમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ. પોલીસે આરોપીની અટક કરી લીધી અને તેને પૂછપરછ માટે પોતાની સાથે લઇ ગઈ.

આરક્ષણ અને એસસી/એસટી એક્ટમાં થયેલા સંશોધન અંગે વિરોધ

આરક્ષણ અને એસસી/એસટી એક્ટમાં થયેલા સંશોધન અંગે વિરોધ

આપને જણાવી દઈએ કે બિહારમાં આરક્ષણ અને એસસી/એસટી એક્ટ માં થયેલા સંશોધન વિરોધમાં પ્રદર્શન સતત ચાલુ જ છે પરંતુ પહેલીવાર કોઈ વ્યક્તિએ આ મામલે સીએમને નિશાનો બનાવ્યો છે. બિહારમાં આરક્ષણ અંગે ઘણી જગ્યાઓ પર ઘેરાવો થઇ રહ્યો છે.

જાણો ચંદન તિવારીનું શુ કહેવું છે

જાણો ચંદન તિવારીનું શુ કહેવું છે

ચંદન તિવારીનું શુ કહેવું છે કે આરક્ષણને કારણે બિહારના યુવાનોને નોકરી નથી મળી રહી અને આ બધું નીતીશ કુમારને કારણે થઇ રહ્યું છે. અમે બેરોજગાર યુવાનો ક્યાં જઇયે? અમારી સામે નોકરીની સમસ્યા છે. નીતીશ કુમારે આરક્ષણ ખતમ કરી નાખવું જોઈએ.

English summary
Slipper hurled at Bihar CM Nitish Kumar during a programme in Patna.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X