વૈશ્વિક યુવા નેતા તરીકે નામાંકિત થઇ સ્મૃતિ ઇરાની
ગુજરાતની રાજ્યસભાની સભ્ય એવી બીજેપીની જાણીતી મહિલા નેતા સ્મૃતિ ઇરાનીને વિશ્વ આર્થિક મંચે વૈશ્વિક યુવા નેતા તરીકે નોમિનેટ કરી છે. જો કે એ વાત તો માનવી જ પડશે કે સ્મૃતિએ આજે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે.

કોઇ પણ રાજનૈતિક બેકગ્રાઉન્ડ ના હોવા છતાં તે આજે દેશની કારોબારી મંત્રી બની છે.એક વેટર તરીકે કામ શરૂ કરનાર સ્મૃતિની ગણતરી આજે દેશના એવા નેતામાં થાય છે જે પોતાની યોગ્યતા અને મહેનત પર આગળ આવ્યા છે.
તમને જણાવી દઇએ કે વિશ્વ આર્થિક મંચ એટલે કે WEF આ પહેલા જે યુવા વૈશ્વિક લીડરોને નામાંકિત કર્યા છે તેમાં બ્રિટિશ પ્રધાનમંત્રી ડેવિડ કૈમરન, અલીબાબા ગ્રુપના પ્રમુખ જૈક મા, યાહૂના સી ઇ ઓ મેરિસા મેયર, ગગૂલના પ્રમુખ લૈરી પેજનો સમાવેશ થાય છે અને હવે આ નામોમાં ભારતની સ્મૃતિ ઇરાનીનું નામ પણ જોડાઇ ગયું છે.
વધુમાં આ વખતે ડબલ્યૂઇએફે 187 જેટલા વૈશ્વિક યુવા લીડરોનું નામાંકન બહાર પાડ્યું છે જેમાં સ્મૃતિ સિવાય અન્ય 10 ભારતીયોના નામનો પણ સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
