For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગીતા જોહરીએ સોહરાબુદ્દીન કેસમાં છેડછાડ કરી હતી

|
Google Oneindia Gujarati News

sohrabuddin-shaikh
મુંબઇ, 22 જૂન : ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન કેસમાં નિવેદન આપતા એક પોલીસ અધિકારીએ નોંધાવ્યું છે કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટરકેસની તપાસ સીબીઆઇના હાથમાં સોંપાતા પહેલા તેની તપાસ પર દેખરેખ રાખનારા ગુજરાતના વરિષ્ઠ આઇપીએસ અધિકારી ગીતા જોહરીએ ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહના કહેવાથી આરોપી અધિકારીઓને બચાવવા માટે કેસ રેકોર્ડ સાથે છેડછાડ કરી હતી.

સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસની સુનવણી મુંબઇની એક સ્થાનિક અદાલતમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. આ કાંડમાં અમિત શાહની સાથે ગીતા જોહરી પણ આરોપી તરીકે સામેલ છે. ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર વર્ષ 2007માં સર્વોચ્ચ અદાલતે ગુજરાત સીઆઇડીના સોહરાબુદ્દીનને નકલી એન્કાઇન્ટરમાં ઠાર કરવા સામે સોહરાબુદ્દીનના ભાઇ રુબાબુદ્દીને મૂકેલા આરોપોની તપાસ કરવાનું કહ્યું હતું. પોલીસ અધિક્ષક વી એલ સોલંકીએ તેની તપાસ કરી હતી. આ તપાસ પોલીસ મહાનિર્દેશક (ઇન્વેસ્ટિગેશન)ની નજર હેઠળ કરવામાં આવી હતી.

સોલંકીએ સીબીઆઇને આપેલા નિવેદનમાં જણાવ્યું કે ગીતા જોહરીએ તેમને બોલાવ્યા હતા અને અમિત શાના આદેશ અનુસાર જણાવ્યું હતું કે આ કેસના અસલી દસ્તાવેજો અને પુરાવાના કાગળ ફાડી નાખવામાં આવે અને આ એન્કાઉન્ટરમાં સામેલ આરોપી પોલીસ અધિકારીઓ સામે નવા કાગળ તૈયાર કરવામાં આવે. જો કે તેમણે જોહરીની વાત માન્યા વિના તપાસ ચાલુ રાખી હતી.

English summary
Sohrabuddin case was manipulated by Geeta Johri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X