મોદી પર પવારનો વાર : કેટલાક લોકો PM બનવાના સપના જોવે છે
મુંબઇ, 21 સપ્ટેમ્બર : સમગ્ર દેશમાં થઇ રહેલી ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ મોદીની થઇ રહેલી વાહ વાહને પગલે ખિન્નાયેલા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શરદ પવારે શનિવારે છેવટે નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. શરદ પવારે એમ કહીને નરેન્દ્ર મોદીની ખિલ્લી ઉડાવી હતી કે "કેટલાક લોકોએ પીએમ બનવાનું સપનું જોવાનું શરૂ કર્યું છે. આ માટે હવે કોમી દ્વેષભાવ ભડકાવીને મતો મળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે."
પવારે જણાવ્યું કે "મરાઠીમાં એક કહેવત છે. જેનો અર્થ થાય છે કે લગ્ન કરવાની ઉતાવળમાં વરરાજા માથે પહેરવાનું પહેરણ પગમાં બાંધી લે છે. એવી જ રીતે હજી નક્કર રીતે શક્યતા નહીં હોવા છતાં કેટલાક લોકો વડાપ્રધાન બનવાના સપનાં જોઇ રહ્યા છે."

તેમણે જણાવ્યું કે "આ સપનાને સાકાર કરવા માટે લોકસભામાં જરૂરી બેઠકો નહીં મળે તેવી સંભાવનાઓને પગલે દેશમાં જાતિ, ધર્મ અને ભાષાવાદના મુદ્દે કોમી દ્વેષભાવ જગાવીને સત્તા પ્રાપ્તિના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે."
એનસીપી નેતા વિજય કામ્બલે દ્વારા મુંબઇના ઉપનગર બાન્દ્રા ખાતે યોજવામાં આવેલા સર્વ ભાષા વેપારી યુનિયનના કાર્યક્રમમાં બોલતા શરદ પવારે જણાવ્યું કે "જે લોકો બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ કરતા હોય તેમણે એક મંચ પર આવીને આવી કોમવાદ ફેલાવતી તાકાતો સામે અવાજ ઉઠાવવો જોઇએ."
ઉત્તર પ્રદેશના મુઝફ્ફર નગરમાં થયેલા કોમી રમખાણોના મુદ્દે બોલતા શરદ પવારે જણાવ્યું કે મુઝફ્ફરનગરમાં પહેલા ક્યારેય આવું વાતાવરણ ન હતું. એનસીપી રાહત કાર્યો કરવા માટે મુઝફ્ફરનગરમાં ટુકડી મોકલશે.












Click it and Unblock the Notifications
