સલમાન અને રજનીકાંતની સાથે સોનમ ગુપ્તા પણ ગૂગલ લિસ્ટમાં

Posted By:
Subscribe to Oneindia News

વર્ષ 2016ના ગૂગલ ભારતીય લોકોએ સૌથી વધુ શું સર્ચ કર્યું છે તે અંગે ગૂગલે જાહેરાત કરી છે. અને જે પરિણામો સામે આવ્યા છે તે ખરેખરમાં ચોંકવનારા છે. ગુગલ સર્ચની લિસ્ટમાં ટોપ 10 સૌથી વધુ સર્ચ કરાયેલી વસ્તુઓમાં 10માં નંબર બેંડમિન્ટન સિલ્વર ગર્લ પીવી સિંધુનું નામ આવ્યું છે. જેણે રિયોમાં ઓલમ્પિક સિલ્વર મેડલ જીતી ભારતની નામ રોશન કર્યું છે. તો નવમાં નંબર પર અનુરાગ કશ્યપની વિવાદીત ફિલ્મ ઉડતા પંજાબ છે.

sonam kapoor

આઠમાં નંબર પર ડોનાલ્ડ ટ્રંપનું નામ આવે છે જે અમેરિકા તો સાતમાં સ્થાને આઇપીએલ 2016 અને છઠ્ઠા નંબરે આઇફોન 7એ સ્થાન મેળવ્યું છે. પાંચમી નંબર પર રજનીકાંતની ફિલ્મ કબાલી છે અને ચોથા નંબર પર સલમાન ખાનની મેગાહિટ ફિલ્મ સુલ્તાન છે.ત્રીજા નંબર પર યૂરો 2016 અને બીજા નંબરે પોકિમેન ગેમ છે. તો પહેલા નંબર પર રિયો ઓલમ્પિક છે.

pokemon

સોનમ ગુપ્તા

સૌથી નવાઇની વાત તો એ છે કે ટોપ ટ્રેન્ડિંગની યાદીમાં ત્રીજા નંબરે સોનમ ગુપ્તાનું નામ આવ્યું છે. નોંધનીય છે કે નોટબંધી નોટો પર સોનમ ગુપ્તા બેવફા છે તેવી નોટો ફરતી થઇ હતી. જે બાદ લોકો સોનમ ગુપ્તા કોણ છે તે ગૂગલ પર શોધી રહ્યા હતા. વધુમાં આ સર્ચમાં દિશા પટાનીનું પણ નામ આવ્યું છે.

English summary
Sonam Gupta Breaks Into Google 2016 Top 10 Personalities List
Please Wait while comments are loading...