For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકાર આરટીઆઈ એક્ટને નષ્ટ કરવા ઈચ્છે છેઃ સોનિયા ગાંધી

યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ આરટીઆઈ એક્ટમાં સુધારા માટે મોદી સરકાર પર તીખો હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ આરટીઆઈ એક્ટમાં સુધારા માટે મોદી સરકાર પર તીખો હુમલો કર્યો છે. સોનિયા ગાંધીએ એક પત્ર લખીને કહ્યુ કે મોદી સરકાર આરટીઆઈ એક્ટને નષ્ટ કરવા ઈચ્છે છે તેમણે કહ્યુ કે આ ખૂબ જ ચિંતાનો વિષય છે કે કેન્દ્ર સરકાર ઐતિહાસિક આરટીઆઈ એક્ટ 2005ને કોઈ પણ રીતે નષ્ટ કરવા ઈચ્છે છે. આ કાયદાને ઘણી ચર્ચા બાદ તૈયાર કરવામાં આવ્યો હતો અને સર્વસંમતિથી સંસદમાં પાસ કરવામાં આવ્યો હતો પરંતુ હવે આ ખતમ થયાની કગાર પર છે.

sonia gandhi

તમને જણાવી દઈએ કે સોમવારે લોકસભામાં સૂચનાના અધિકાર એક્ટમાં સુધારાનું બિલ પાસ કરવામાં આવ્યુ. આ બિલનો વિપક્ષો ઘોર વિરોધ કર્યો હતો. વિપક્ષે બિલના નિયમ અને શરતો માટે વાંધો વ્યક્ત કર્યો હતો. સરકારના આ નિર્ણયની ટીકા કરે સોનિયા ગાંધીએ કહ્યુ હતુ કે છેલ્લા એક દાયકામાં દેશભરમાં લગભગ 60 લાખ લોકોએ આ કાયદાનો ઉપયોગ કર્યો છે જેની મદદથી સરકારની અંદર દરેક સ્તર પર પ્રશાસનમાં પારદર્શિતા આવી છે. આ કાયદાના કારણે આપણા લોકતંત્રની પાયો મજબૂત થયો છે. સમાજના નબળા વર્ગના લોકોને આ કાયદાથી ઘણી મદદ મળી છે.

સોનિયા ગાંધીએ કહ્યુ કે એ સ્પષ્ટ છે કે વર્તમાન કેન્દ્ર સરકાર આરટીઆઈ એક્ટને માથાનો દુઃખાવો માને છે અને તે સીઆઈસીની સ્વતંત્રતાને ખતમ કરવા ઈચ્છે છે. શક્ય છે કે કેન્દ્ર સરકાર બહુમતના દમ પર આ કાયદાને ખતમ કરી દે, આમ કરવાથી દેશના દરેક નાગરિકની તાકાત ઘટી જશે. વળી, કેન્દ્ર સરકારે વિપક્ષના દાવાને ફગાવી દીધા છે અને તેમનુ કહેવુ છે કકે સરકાર પારદર્શિતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તે સંસ્થાઓની સ્વતંત્રતાના પક્ષમાં છે.

આ પણ વાંચોઃ સુષ્મિતાને કિસ કરતો ફોટો બૉયફ્રેન્ડ રોહમને શેર કરી કહ્યુ, 'મને ગમે છે તારા ડિમ્પલ'આ પણ વાંચોઃ સુષ્મિતાને કિસ કરતો ફોટો બૉયફ્રેન્ડ રોહમને શેર કરી કહ્યુ, 'મને ગમે છે તારા ડિમ્પલ'

1

English summary
Sonia GAndhi hits on Modi government says they want to extinct RTI act.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X