For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકપાલ બીલ પાસ, સોનિયાને શુભેચ્છા, વાંચો આજના સમાચાર

By Super
|
Google Oneindia Gujarati News

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો સંસદમાં લોકપાલ બિલ પાસ થઇ જતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવી હતી. જમ્મૂ અને કાશ્મીરના પૂંછમાં ચકન દે બાગ ખાતે ભારત અને પાકિસ્તાની સેના દ્વારા ફ્લેગ મીટિંગ દરમિયાન એક બીજાને મીઠાઇના બોક્સ આપવામાં આવ્યા હતા. જીલેટના શેવ એવરીડે કેમ્પેનના લોન્ચિંગ માટે બૉલીવુડ અભિનેત્રી સોહા અલી ખાન નવી દિલ્હી આવી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

શેવ એવરીડે કેમ્પેન

શેવ એવરીડે કેમ્પેન

જીલેટના શેવ એવરીડે કેમ્પેનના લોન્ચિંગ માટે બૉલીવુડ અભિનેત્રી સોહા અલી ખાન નવી દિલ્હી આવી હતી.

જંતર મંતર પર ધરણા

જંતર મંતર પર ધરણા

વિવિધ માંગોને લઇને મેમ્બર ઓફ ઓટોમોનસ કાઉન્સિલ ફોર એડ્વાઇસિસ(ટ્રાઇબ્સ) દ્વારા નવી દિલ્હીના જંતર મંતર પર ધરણા કરવામાં આવ્યા હતા.

ભારત-પાકની ફ્લેગ મીટિંગ

ભારત-પાકની ફ્લેગ મીટિંગ

જમ્મૂ અને કાશ્મીરના પૂંછમાં ચકન દે બાગ ખાતે ભારત અને પાકિસ્તાની સેના દ્વારા ફ્લેગ મીટિંગ દરમિયાન એક બીજાને મીઠાઇના બોક્સ આપવામાં આવ્યા હતા.

દેવયાની સાથે ગેરવર્તણૂકનો વિરોધ

દેવયાની સાથે ગેરવર્તણૂકનો વિરોધ

ન્યુયોર્કમાં ભારતીય રાજદૂત દેવયાની ખોબ્રાગડે સાથે થયેલી ગેણવર્તણૂકના વિરોધમાં દહૈદરાબાદમાં યુએસ કૉન્સ્યુલટ બહાર વિદ્યાર્થીઓ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. જે સમયે પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

શ્રીનગરમાં રસ્તા રોકો આંદોલન

શ્રીનગરમાં રસ્તા રોકો આંદોલન

શ્રીનગરમાં બેમિના ખાતે પાવર કટ અને વિજળી દરોમાં કરવામાં આવેલા વધારાના વિરોધમાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું.

લોકપાલ બિલ પાસ થતા શુભેચ્છા

લોકપાલ બિલ પાસ થતા શુભેચ્છા

સંસદમાં લોકપાલ બિલ પાસ થઇ જતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવી હતી.

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વિરોધ

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વિરોધ

સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિક સંબંધોને ગેરકાયદે ગણાવ્યા બાદ લેજીબીટીના લોકો અને સમર્થકો દ્વારા કોલકતામાં વિરોધ કરવામાં આવ્યો હતો.

કેપ્ટન જેમ્સનો પરિવાર ખુશ

કેપ્ટન જેમ્સનો પરિવાર ખુશ

6 મહિનાથી ટોગોંની જેલમાં બંધ ભારતીય કેપ્ટન સુનીલ જેમ્સને મુક્તિ મળી ગઇ છે. લાંબી લડાઇ બાદ તેમને ટોગોંની જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ મીડિયા સાથે વાત કરી રહેલા તેમના પત્ની.

પરિવાર સાથે સલમાન

પરિવાર સાથે સલમાન

બૉલીવુડ અભિનેતા સલમાન ખાન અને સોહિલ ખાન એક ઇવેન્ટ દરમિયાન પરિવાર સાથે હાજર રહ્યાં હતા.

English summary
Congress President Sonia Gandhi is greeted by the party workers on the passage of Lokpal Bill by Parliament, at Rahul Gandhi's residence in New Delhi on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X