For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધી કર્યા હતા નરસિમ્હા રાવને અપમાનિત!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરીઃ કેન્દ્રીય મંત્રી કેવી થોમસે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધી અને તત્કાલિન વડાપ્રધાન નરસિમ્હા રાવના સંબંધો ઘણા જ તણાવપૂર્ણ રહ્યા હતા, કારણ કે રાજીવ ગાંધીની હત્યાની તપાસમાં થઇ રહેલા મોડાંથી સોનિયા ગાંધી નાખુશ હતા. કેન્દ્રિય ખાદ્ય અને નાગરિક આપૂર્તિ મંત્રી કેવી થોમસના પુસ્તક સોનિયા ધ બીલવ્ડ ઓફ ધ મેસેજમાં ખુલાસો થયો છે કે, ઑગસ્ટ, 1995માં જ્યારે સોનિયાએ સાર્વજનિક રીતે પોતાની નારાજગી જાહેર કરી, તો એક તરફ તે 2 વર્ષ બાદ સક્રિય રાજકારણમાં તેમના પ્રવેશની પૃષ્ઠિભૂમિ હતી.

narsimha-rao-sonia-gandhi
નોંધનીય છે કે, થોડાક દિવસ પહેલા એક સમાચાર પત્રના લેખમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી નટવર સિંહ પણ એ વાતની પૃષ્ટિ કરવામાં આવી છેકે સોનિયા અને રાવના સંબંધો સામાન્ય નહોતા. તેમણે જણાવ્યું હતું કે, મે 1995માં તેમણે(સોનિયા)એ કેવી રીતે તેમનું(રાવનું) અપમાન કર્યું હતું. આ લેખમાં નટવર સિંહએ પોતાની ડાયરીની 13મી મે 1995ની નોટિંગમાં આ ઉલ્લેખ કર્યો છે, જ્યારે નરસિમ્હા રાવ રાત્રે તેમને પોતાના રેસકોર્સ રોડ સ્થિત આવાસમાં બોલાવ્યા.

સિંહે લખ્યું છે, રાત્રે અંદાજે 9 વાગ્યે પીવી દાખલ થયા, પરંતુ તે બેસ્યા નહીં, સામાન્ય રીતે અવિચલિત રહેનારા પીવી પરેશાન અને વિચલિત જોવા મળી રહ્યાં હતા. તેમણે મને કહ્યું કે, મને હમણા જ તેમનો(સોનિયાનો) પત્ર મળ્યો. મે કહ્યું કે, મે તેને જોયો નથી. જેને જોઇને એવું લાગી રહ્યું હતું કે રાજીવ ગાંધીની હત્યાના મામલે સુનાવણીને લઇને બન્ને વચ્ચે પત્રોના માધ્યમથી યુદ્ધ ચાલી રહ્યું હતું. થોમસે પોતાના પુસ્તકમાં 20 ઑગસ્ટ, 1995એ રાજીવ ગાંધીના જન્મ દિવસે સોનિયા ગાંધી દ્વારા આપવામાં આવેલા ભાષણનો સંદર્ભ આપતા કહ્યું કે, સોનિયાના શબ્દોથી સંપૂર્ણ દેશને દર્દ થયું હતું. પુસ્તકમાં થોમસે લખ્યુ છે કે તેથી સોનિયાએ સરકાર પર આંગળી ઉઠાવી હતી.

તે રાવના નજીદિકી નહોતા. રાજીવની હત્યાના મામલાની તપાસમાં થઇ રહેલા વિલંબથી વ્યથિત સોનિયાએ પ્રશ્ન કર્યો કે જો પૂર્વ વડાપ્રધાનની હત્યાના મામલાની તપાસમાં આટલો બધો સમય લાગી રહ્યો છે, તો આમ આદમીનું શુ થશે. જે ન્યાય ખાતર લડે છે. થોમસના પુસ્તક અનુસાર, આ સરલીકૃત રીતે એવુ માનવામાં ના આવે કે આ ન્યાય આપવાની પ્રક્રિયાની સુસ્ત રફ્તારના વિરોધમાં કોઇ નિવેદન હતું.

જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી, તો સોનિયા તરફથી નરસિમ્હા રાવની આ ટીકા વાસ્તવમાં તેમની નિંદા હતી. પુસ્તક અનુસાર, સોનિયાને લાગતુ હતુ કે જ્યાં સુધી રાવ સત્તામાં રહેશે, રાજીવની હત્યાની તપાસ આગળ નહીં વધે. તેમણે કહ્યું કે, સોનિયાને દ્રઢ વિશ્વાસ હતો કે કદાચ કોઇ બીજી એજન્સીએ રાજીવની હત્યાની ષડયંત્ર રચી અને તેને લિટ્ટે થકી અંતિમ ઓપ આપી. આ એ સ્થિતિ હતી, જ્યારે સોનિયાને રાજકારણમાં લાવી. જ્યારે પાર્ટીની ઇમારત ધ્વસ્ત રહી હતી, જે ચુપ કેવી રીતે રહી શકતા હતા.

English summary
Sonia Gandhi and late PM PV Narasimha Rao had strained relations when he was the PM as she was unhappy over the slow pace of progress in the Rajiv Gandhi assassination probe, says a book written by a union minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X