સોનિયા ગાંધી નહીં થાય રિટાયર્ડ, આપતા રહેશે માર્ગદર્શન: અલકા લાંબા
અલકા લાંબાએ સંમેલન દરમિયાન જણાવ્યું હતું કે કોંગ્રેસને છેલ્લા બે દાયકાથી સોનિયા ગાંધી પાસેથી માર્ગદર્શન મળી રહ્યું છે અને ભવિષ્યમાં પણ મળતું રહેશે કારણ કે તેઓ ક્યારેય નિવૃત્ત થયા નથી અને ક્યારેય નિવૃત્ત થશે પણ નહીં.
દેશભરમાં એવી ચર્ચા ચાલી રહી છે કે યુપીએ અધ્યક્ષ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની રાજનીતિમાંથી નિવૃત્તિ લઈ શકે છે, પરંતુ કોંગ્રેસ નેતા અલકા લાંબાએ આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. રવિવારે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત કોંગ્રેસના 85માં રાષ્ટ્રીય અધિવેશનના છેલ્લા દિવસે ઘણા નેતાઓએ સભાને સંબોધિત કરી, જ્યારે અલકા લાંબાએ પણ પોતાની વાત રાખી.

કોંગ્રેસ નેતા અલકા લાંબાએ સત્ર દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના કામોની પ્રશંસા કરી હતી. આ સિવાય તેમણે કહ્યું કે ગઈકાલથી મીડિયામાં સમાચાર આવી રહ્યા છે કે સોનિયા ગાંધી રાજનીતિમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યા છે, આ અફવા બંધ થવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસને છેલ્લા બે દાયકાથી સોનિયા ગાંધી પાસેથી માર્ગદર્શન મળી રહ્યું છે અને ભવિષ્યમાં પણ મળતું રહેશે કારણ કે તેઓ ક્યારેય નિવૃત્ત થયા નથી અને ક્યારેય નિવૃત્ત થશે પણ નહીં. અલકા લાંબાએ કહ્યું કે સોનિયા ગાંધી રાજકારણમાંથી સંન્યાસ લેવાના નથી.
સોનિયા ગાંધી પર અલકા લાંબાનું આ નિવેદન એટલા માટે આવ્યું છે કારણ કે સોનિયા ગાંધીએ શનિવારે પોતાના ભાવુક ભાષણ દરમિયાન ભારત જોડો યાત્રા સાથે પોતાની ઇનિંગના અંતનો ઉલ્લેખ કર્યો હતો. તેમના આ નિવેદન બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સોનિયા હવે રાજકારણમાંથી સંન્યાસ લેવા જઈ રહી છે. આ ચર્ચાઓને રોકવા માટે જ અલકા લાંબાનું નિવેદન આવ્યું છે.












Click it and Unblock the Notifications
