સોનીયા-રાહુલ ગાંધીની ફ્લાઇટનુ ભોપાલમાં ઇમરજન્સી લેન્ડિંગ, પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાઇ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ફ્લાઈટનું ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. સોનિયા-રાહુલ આ ફ્લાઈટ દ્વારા બેંગ્લોરથી દિલ્હી જઈ રહ્યા હતા.
રાહુલ ગાંધીના અંગત સ્ટાફે આ વાતની પુષ્ટિ કરી છે. રાહુલ અને સોનિયા ભોપાલ એરપોર્ટ પર પહોંચ્યાની માહિતી મળ્યા બાદ ભોપાલના કોંગ્રેસી નેતાઓ એરપોર્ટ જવા રવાના થઈ ગયા છે.

સમાચાર એજન્સી ANIએ જણાવ્યું હતું કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પુત્ર રાહુલ ગાંધીને લઈ જઈ રહેલા વિમાનને મંગળવારે મધ્યપ્રદેશના ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
ભોપાલ પોલીસે જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સોનિયા અને રાહુલ ગાંધી બંનેએ આજે શરૂઆતમાં બેંગલુરુમાં વિપક્ષની બેઠકમાં હાજરી આપી હતી.












Click it and Unblock the Notifications
