For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: હવે માત્ર 1 કલાકમાં તૈયાર થઈ જશે ડ્રાઈવિંગ લાઇસન્સ

Good News: માત્ર 1 કલાકમાં તૈયાર થઈ જશે ડ્રાઈવિંગ લાઇસન્સ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ડ્રાઈવિંગ લાઈસન્સને લઈને દિલ્હીની આમ આદમી પાર્ટી મોટો બદલાવ કરવા જઈ રહી છે. કેજરીવાલ સરકારે આના માટે બ્લૂ પ્રિન્ટ પણ તૈયાર કરી લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે જલદી જ બદલાવ લાગૂ કરી દેવામાં આવશે. આ બ્લૂ પ્રિન્ટને લાગુ થયા બાદ ડ્રાઈવિંગ લાઇસન્સ માટે વધુ ઇંતેજાર નહિ કરવો પડે, બલકે માત્ર એક કલાકમાં તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ બનીને તમારા હાથમાં હશે.

એક કલાકમાં તૈયાર થશે ડ્રાઈવિંગ લાઇસન્સ

એક કલાકમાં તૈયાર થશે ડ્રાઈવિંગ લાઇસન્સ

દિલ્હી સરકાર આરટીઓ ઑફિસમાં લર્નિંગ લાઈસન્સ બનાવનારોની વધતી ભીડને જોઈ લાઇસન્સ બનાવવા માટે નવી બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહી છે. આ બ્લૂ પ્રિન્ટની મદદથી માત્ર 1 કલાકમાં નવું લાઇસન્સ તૈયાર થઈને તમારા હાથમાં હશે. નવી વ્યવસ્થામાં એમએલઓ ઑફિસમાં જલદી જ ટોકન સિસ્ટમ લાગુ કરી દેવામાં આવશે. જ્યાં લર્નિંગ લાઇસન્સ બનાવા માટે તમારે ટોકન લેવું પડશે, જે બાદ તમારે એખ ટચ સ્ક્રીન પર ટેસ્ટ આપવાની રહેશે. એટીએમ જેવી મશીન પર તમારે ડ્રાઈવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવાની રહેશે. આ ટેસ્ટ પાસ થયા બાદ તમાને તુરંત ડ્રાઇવિંગ લાઇસન્સ મળી જશે.

કેમ વાર લાગે છે

કેમ વાર લાગે છે

વર્તમાન સમયમાં લર્નિંગ ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવવા માટે અરજદારે કોમ્પ્યુટર પર 10 મિનિટની ટેસ્ટ આપવાની હોય છે, પરંતુ કેટલાય અરજદાર એવા હોય છે જેમને કોમ્પ્યુટર ચલાવતા નથી આવડતું હોતું. આ પરેશાનીને જ દૂર કરવા માટે હવે ટચસ્ક્રીન કિયોસ્ક પર ટેસ્ટ લેવાની તૈયારી કરવામાં આવી છે.

4 ભાષામાં લેવાશે ટેસ્ટ

4 ભાષામાં લેવાશે ટેસ્ટ

લર્નિંગ લાઇસન્સ માટે અત્યાર સુધી હિન્દી કે અંગ્રેજીમાં જ ટેસ્ટ લેવાતા હતા, જ્યારે હવે નવા નિયમ મુજબ પંજાબી અને ઉર્દૂ ભાષામાં પણ સવાલ આવશે. ટચ સ્ક્રીન ટેસ્ટમાં તમાને તુરંત તમારી ટેસ્ટના જવાબ પણ મળી જશે. ટેસ્ટ પાસ કર્યાના એક કલાકમાં તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ બનીને તૈયાર થઈ જશે. જ્યારે વર્તમાન સમયમાં લાઇસન્સ બનાવતાં ઓછામાં ઓછા 2-3 દિવસ લાગે છે.

ફ્લાઈટ ટેક ઑફ થતા પહેલાં જ યાત્રીએ લખ્યું 'ટેરરિસ્ટ ઑન ફ્લાઈટ', થઈ ધરપકડ ફ્લાઈટ ટેક ઑફ થતા પહેલાં જ યાત્રીએ લખ્યું 'ટેરરિસ્ટ ઑન ફ્લાઈટ', થઈ ધરપકડ

English summary
Soon You can Driving Licence just in One Hour, Delhi Government make Blue Print of new DL.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X