રજનીકાંતની પુત્રી સૌદર્યા-વનનગમુદીનું પ્રિ-વેડિંગ રિસેપ્શન, જુઓ Pics
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની નાની પુત્રી સૌદર્યા રજનીકાંત અને બિઝનેસમેન વિશાગલ વનનગમુદી 11 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની નાની પુત્રી સૌદર્યા રજનીકાંત અને બિઝનેસમેન વિશાગલ વનનગમુદી 11 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંનેનુ પ્રી-વેડિંગ રિસેપ્શનનુ આયોજન રાઘવેન્દ્ર કલ્યાણ મંડપમમાં કરવામાં આવ્યુ હતુ. આ રિસેપ્શનના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ રિસેપ્શનમાં સૌંદર્યાએ બ્લુ અને ગોલ્ડન સાડી પહેરી હતી જ્યારે વિશાગને સફેદ શર્ટ અને ધોતી પહેરી હતી. રજનીકાંત શાનદાર કૂર્તા પાયજામાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમની પત્ની લતાએ ગ્રીન સાડી પહેરી હતી. આ રિસેપ્શનમાં રજનીકાંતની મોટી પુત્રી ઐશ્વર્યા અને તેમના પતિ ધનુષ પણ પહોંચ્યા હતા.

સૌંદર્યા અને વશીગન બંનેના બીજા લગ્ન
11 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહેલા સૌંદર્યા અને વશીગન બંને માટે આ બીજા લગ્ન હશે. જ્યાં સૌંદર્યા આ પહેલા બિઝનેસમેન આર અશ્ચિનની પત્ની હતી ત્યાં વશીગનના પહેલા લગ્ન એક મેગેઝીનની એડિટર કનિકા કુમારન સાથે થયા હતા. બંનેના લગ્ન ચાલી ન શક્યા અને છેવટે તૂટી ગયા અને છેવટે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
|
પહેલા લગ્નથી સૌંદર્યાને છે એક પુત્ર
વર્ષ 2010માં સૌંદર્યાએ બિઝનેસમેન અશ્ચિન રાજકુમાર સાથે ચેન્નઈમાં લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ થયો જેનુ નામ વેદ છે. પરંતુ આ લગ્ન માત્ર છ વર્ષ જ ચાલ્યા. વર્ષ 2016માં બંનેએ છૂટાછેડા માટે અરજી આપી દીધી અને 2017ના જૂલાઈ મહિનામાં અલગ થઈ ગયા. વેદના જન્મના એક વર્ષ બાદ સૌંદર્યાએ ખુલાસો કર્યો કે તેમનો અને તેમના પતિના એકબીજાની રજામંદીથી છૂટાછેડા થવા જઈ રહ્યા છે.
|
કોણ છે સૌંદર્યા રજનીકાંત
જો કે મોટાભાગના લોકો સૌંદર્યાને રજનીકાંતની પુત્રી રૂપે ઓળખે છે. પરંતુ તે એક ગ્રાફિક ડિઝાઈનર છે જે ફિલ્મમાં ગ્રાફિક ડિઝાઈનર રૂપે કામ કરી ચૂકી છે. તેમણે પોતાના જીજા ધનુષ અને કાજોલ સાથે વર્ષ 2017માં VIP2 પણ ડાયરેક્ટ કરી હતી.












Click it and Unblock the Notifications
