For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરવ ગાંગુલીને કાલે હોસ્પિટલમાંથી કરાશે ડિસ્ચાર્જ, જાણો કેવી છે તબિયત

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીને બુધવારે(6 જાન્યુઆરી)એ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

Sourav Ganguly Health Updates: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીને બુધવારે(6 જાન્યુઆરી)એ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. આ અંગેની માહિતી તેમની મેડિકલ ટીમે આપી છે. કોલકત્તા વુડલેન્ડ હોસ્પિટલના એમડી અને સીઈઓ ડૉ. રૂપાલી બસુએ કહ્યુ કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને કાલે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. ઘરે તેમની રોજ મેડિકલ કેર કરવામાં આવશે. તેમના ઘરે ડૉક્ટર દ્વારા રોજ ચેક અપ કરવામાં આવશે. વળી, મેડિકલ ટીમના એક સભ્યએ માહિતી આપી કે આજે કાર્ડિયાક સર્જન ડૉ. દેવી શેટ્ટી સૌરવ ગાંગુલીને ચેક કરશે તે બાદ તેમને કાલે હોસ્પિટલથી ઘરે જવા દેવામાં આવશે.

Sourav Ganguly

વુડલેન્ડ હોસ્પિટલના સીઈઓ અને એમડીએ કહ્યુ કે સૌરવ ગાંગુલી આવતા 2-3 સપ્તાહ બાદ બીજી મેડિકલ પ્રોસિજર માટે તૈયાર હશે. સૌરવ ગાંગુલીની એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. સૌરવને છાતીમાં દુઃખાવાના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જો કે ડૉક્ટરોએ કહ્યુ છે કે હાલમાં તેમની સ્થિતિ ઠીક છે, તે સ્થિર છે. તેમની એંજિયોપ્લાસ્ટી સફળ રહી છે. સૌરવ ગાંગુલીના હ્રદયમાં બે બ્લોકેજ છે જેના માટે તેમની એંજિયોપ્લાસ્ટી કરાઈ છે. તેમની ધમનીમાં 90 ટકા બ્લોકેજ છે.

વધુમાં તેમણે કહ્યુ કે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ તેમણે સંપૂર્ણપણે બેડ રેસ્ટમાં રહેવુ પડશે. ડૉક્ટરોએ એ પણ કહ્યુ કે અમે તેમની આગળની સ્થિતિને જોઈને નિર્ણય લઈશુ. છાતીમાં દુઃખાવા બાદ 2 જાન્યુઆરીએ હોસ્પિટલમાં ભરતી થયેલા સૌરવ ગાંગુલીને પોતાના ઘરમાં બનેલ જિમમાં કસરત કર્યા બાદ ચક્કર આવ્યા અને બ્લેકઆઉટ જેવુ ફીલ થઈ રહ્યુ હતુ અને અચાનક તેમની છાતીમાં દુઃખાવો થયો. ત્યારબાદ સૌથી પહેલા ગાંગુલીએ ફેમિલી ડૉક્ટરને બોલાવ્યા જેમણે તેમને હોસ્પિટલમાં ભરતી થવાની સલાહ આપી.

શક્તિ સિંહ ગોહિલ છોડવા માંગે છે બિહાર પ્રભારીનુ પદશક્તિ સિંહ ગોહિલ છોડવા માંગે છે બિહાર પ્રભારીનુ પદ

English summary
Sourav Ganguly will be discharge from hospital tomorrow, Know the health update.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X