દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીએ કર્યો મેટ્રોમાં પ્રવાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે સાંજે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જોન ઈ સાથે મેટ્રોથી નોઈડા પહોંચ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે સાંજે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જોન ઈ સાથે મેટ્રોથી નોઈડા પહોંચ્યા છે. નોઈડાના સેક્ટર 81 માં પીએમ મોદી અને સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મોબાઈલ ફેક્ટ્રીનું ઉદઘાટન કરશે. આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. આ પહેલા તે મૂન જોન સાથે ગાંધી સ્મૃતિ પણ ગયા.

PM Modi

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન રવિવારે દિલ્હી પહોંચ્યા છે. આ તેમનો પહેલો ભારત પ્રવાસ છે. તેમની સાથે પત્ની કિમ જુંગ-સુક, તેમની કેબિનેટના વરિષ્ઠ સભ્યો, અધિકારી અને 100 ઉદ્યોગપતિ પણ આવ્યા છે. નોઈડાના સેક્ટર 82 માં સેમસંગ ઈલેક્ટ્રોનિક્સની આ ફેક્ટ્રી 35 એકરમાં ફેલાયેલી છે જેનું આજે ઉદઘાટન થશે. આ ફેક્ટ્રી બનાવવામાં ગયા વર્ષે સેમસંગે લગભગ 5 હજાર કરોડનું રોકાણ કર્યુ હતુ.

કંપનીનો દાવો છે કે આ દુનિયાનો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હશે. નોઈડાના સેક્ટર 81 માં બનેલો આ પ્લાન્ટ 35 એકરમાં ફેલાયેલો છે. લગભગ 5 હજાર કરોડ રૂપિયામાં તૈયાર થયો છે. હાલમાં કંપની ભારતમાં 6.7 કરોડ સ્માર્ટફોન બનાવે છે. આ પ્લાન્ટમાં પ્રોડક્શનથી આની સંખ્યા વધીને લગભગ 12 કરોડ વાર્ષિક થઈ જશે.

pm modi

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X