Monsoon Update: ભારે પવન સાથે કેરળ પહોંચ્યુ ચોમાસુ, IMD કહ્યુ આ વર્ષે ચોમાસુ સારુ રહેશે

આતુરતાના અંત સાથે છેવટે આજે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ કેરળ પહોંચી ગયુ છે.

નવી દિલ્લીઃ આતુરતાના અંત સાથે છેવટે આજે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ કેરળ પહોંચી ગયુ છે. હવામાન વિભાગે આ માહિતી આપીને કહ્યુ કે તે આ વિશે વિસ્તારથી બધી વાતો થોડી વાર જણાવશે. તમને જણાવી દઈએ કે કેરળમાં ચોમાસુ બે દિવસ વિલંબથી પહોંચ્યુ છે. પહેલા કહેવામાં આવી રહ્યુ હતુ કે તે 1 જૂને જ કેરળ પહોંચી જશે. હાલમાં વિભાગનુ કહેવુ છે કે આ વખતે મોનસુન સિઝન ઘણી સારી રહેવાની છે કે જે કૃષિ માટે શુભ સંકેત છે.

ભારે પવન સાથે કેરળ પહોંચ્યુ મોનસુન

ભારે પવન સાથે કેરળ પહોંચ્યુ મોનસુન

તમને જણાવી દઈએ કે 21 મેના રોજ મોનસુને અંદમાનમાં એન્ટ્રી મારી હતી અને તે 27 મેના રોજ માલદીવને ક્રોસ કરી ગયુ હતુ. હાલમાં કેરળમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આમ પણ કેરળમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રી-મોનસુન વરસાદ થઈ રહ્યો છે. IMDએ કહ્યુ કે કેરળમાં આ વખતે સારા વરસાદની આશા છે.

ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદનુ એલર્ટ

ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદનુ એલર્ટ

અનુમાન મુજબ આ વખતે મધ્ય ભારતમાં મોનસુન સામાન્યથી વધુ, ઉત્તર-દક્ષિણમાં સામાન્ય અને પૂર્વોત્તર ભારતમાં સામાન્યથી ઓછુ રહેવાની આશા છે. આના કારણે આગલા 3-4 દિવસો દરમિયાન હિમાલયી ક્ષેત્રના અમુક ભાગો અને ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં વરસાદ થવાની પૂરી સંભાવના છે.

અહીં પણ વરસશે વાદળ

અહીં પણ વરસશે વાદળ

દિલ્લી, યુપી, કર્ણાટક, આંધ્ર, કેરળમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. આઈએમડીના જણાવ્યા મુજબ દિલ્લીમાં આ સપ્તાહે હવામાન આહ્લાદક રહેવાનુ છે. તેણે કહ્યુ કે આજેથી લઈને આગલા બે દિવસ સુધી રાજધાનીમાં જોરદાર વાદળો વરસી શકે છે. વળી, બિહાર, હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલયમાં પણ ભારે વરસાદના અણસાર છે. વળી, પૂર્વ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદનુ એલર્ટ જારી કર્યુ છે. ઉત્તરાખંડમાં યલો એલર્ટ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X